<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

હાજરમાં ચાંદીમાં ૨પ,૦૦૦-સોનામાં ૧૧,૦૦૦ રૂા.ના કડાકા બાદ ફરી ભાવમાં ઉછાળો

બુલીયન માર્કેટમાં નવા સપ્તાહના પ્રારંભે મંદીનો દોર બાદ બપોરે ભાવમાં ભારે અફડાતફડી : બપોરે ર.૧પ વાગ્‍યે ચાંદી ૧૪,૦૦૦ ઘટી ભાવ ર,૧૬,૦૦૦ અને સોનુ ૯,૦૦૦ ઘટી ૧,૪૦,૦૦૦ રૂા. થયા

રાજકોટ, તા., ર૩: બુલીયન માર્કેટમાં નવા સપ્તાહના પ્રારંભે મંદીનો દોર યથાવત રહયો છે. ચાંદીમાં એક તબક્કે  રપ,૦૦૦ અને સોનામાં ૧૧,૦૦૦ રૂા.નો કડાકો થયા    બાદ બપોરે બંને કિંંમતી ધાતુઓના ભાવમાં ફરી ઉછાળો થયો હતો.

બુલીયન માર્કેટમાં સેન્‍ટમાં મંદીને પગલે સ્‍થાનીક બજારમાં ચાંદીમાં આજે સવારે ૧પ,૦૦૦ રૂપીયાનો ઘટાડો નોંધાયો હતો.  ત્‍યાર બાદ વધુ ૧૦,૦૦૦ રૂા.નો કડાકો થતા એક તબક્કે ચાંદીના ભાવ ઘટીને ર,૦પ,૦૦૦ રૂા. થઇ ગયા હતા. જો કે બપોરે ફરી ભાવમાં  ૧૦,૦૦૦ રૂા. નો વધારો થયો હતો.અને ચાંદીના ભાવ ર,૧૬,૦૦૦ રૂા. થયા હતા.

 શનિવારે ચાંદી (૧ કિલો)ના ભાવ ર,૩૦,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે  બપોરે ર.૧પ વાગ્‍યે ર,૧૬,૦૦૦ રૂા. થઇ ગયા છે. ગત સપ્તાહમાં ચાંદીમાં કડાકાના પગલે ૩પ,૦૦૦ રૂા.નુ ગાબડુ પડયું હતું.

ચાંદીની સાથે સોનાના ભાવો પણ તુટયા છે. બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે સ્‍થાનીક બજારમાં સોનામાં ૬,૦૦૦ રૂપીયાનુ ગાબડુ પડયા બાદ વધુ પ૦૦૦ રૂા. તુટયા હતા.  સોનાના ભાવ એક તબક્કે ઘટીને ૧,૩૭,૦૦૦ રૂા. થઇ ગયા હતા. જો કે બપોરે ર.૧પ વાગ્‍યે  ફરી ૩,૦૦૦ રૂા.નો ભાવવધારો થતા સોનાના ભાવ ૧,૪૦,૦૦૦ રૂા. થઇ ગયા હતા.  શનિવારે સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૪૮,૦૦૦ રૂા. હતા. તે ઘટીને આજે  બપોરે ૧,૪૦,૦૦૦ રૂા. થઇ ગયા હતા. સોનાના બિસ્‍કીટમાં ૮૦,૦૦૦ રૂા. નિકળી ગયા છે. સોનાના બિસ્‍કીટ (૧૦ં૦ ગ્રામ)નો ભાવ ૧૪,૮૦,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૧૪,૦૦,૦૦૦ રૂા.  થઇ ગયા છે. ગત સપ્તાહમાં સોનામાં ૯,૦૦૦ રૂા.નુ ગાબડુ પડયું હતું અને નવા સપ્તાહના પ્રારંભે પણ મંદી જોવા મળી રહી છે.

ઇરાન-અમેરીકા વચ્‍ચે યુધ્‍ધના પગલે ક્રુડના ભાવો વધતા અને ડોલર ઇન્‍ડેક્ષ ઉંચકાતા સોના ચાંદીના ભાવો તૂટી રહયાનું ઝવેરી બજારના સુત્રોએ જણાવ્‍યું હતું. 

(3:15 PM IST)