News of Monday, 23rd March 2026
અસમના ચાબુઆ એરફોર્સ સ્ટેશનમાં પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં એક કર્મચારીની ધરપકડ
રાજસ્થાન ઈન્ટેલિજન્સ વિભાગની મોટી કાર્યવાહી:આરોપી સુમિતકુમાર એરફોર્સ સ્ટેશન પર ફરજ બજાવતા હતા અને તેઓ પાકિસ્તાની હેન્ડલર્સને સંવેદનશીલ માહિતી મોકલતા હતા

અસમના ચાબુઆ એરફોર્સ સ્ટેશનમાં પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં એક કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાન ઈન્ટેલિજન્સ વિભાગની આ મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ આરોપી સુમિતકુમાર એરફોર્સ સ્ટેશન પર ફરજ બજાવતા હતા અને તેઓ પાકિસ્તાની હેન્ડલર્સને સંવેદનશીલ માહિતી મોકલતા હતા. તેમણે વાયુસેનાથી જોડાયેલી મહત્વપૂર્ણ જાણકારી ઉપરાંત સૈનિકોની અવરજવર અંગેની માહિતી પણ પાકિસ્તાન સુધી પહોંચાડ્યાનો આરોપ છે. તપાસમાં ખુલ્યું છે કે 2023થી સુમિતકુમાર પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓના સંપર્કમાં હતા અને પૈસાની લાલચમાં આવીને તેઓ દેશની સુરક્ષાને ખતરો પહોંચાડે તેવી માહિતી આપતા હતા. આ કાર્યવાહી જેસલમેરમાં પકડાયેલા એક જાસૂસ પાસેથી મળેલી માહિતીના આધારે કરવામાં આવી હતી. હાલ સુરક્ષા એજન્સીઓ દ્વારા આરોપીની કડક પૂછપરછ ચાલી રહી છે અને આ મામલે વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
