News of Monday, 23rd March 2026
૭.૪૬ સેકન્ડમાં ૫૦ મીટરનું અંતર કાપ્યાનો રેકોર્ડ
લિમ્બો સ્કેટિંગ દ્વારા ચિત્તા જેવી સ્પીડ સ્કેટિંગની દુનિયામાં અનેક એક્સાઇટિંગ રેકોર્ડ્સ બને છે

સ્કેટિંગની દુનિયામાં અનેક એક્સાઇટિગ રેકોર્ડ્સ બને છે. એમાં ભારતની સૃષ્ટિ શર્માએ ચિત્તા જેવી ઝડપે લિમ્બો સ્કેટિંગ કરવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. સૃષ્ટિએ પચાસ મીટર સુધી થોડા-થોડા સમય પર ગોઠવેલા પોલની નીચેથી સૂઈને સ્કેટિગ દ્વારા પસાર થવાનું કરતબ દેખાડ્યું હતું અને એ પણ ૭.૪૬ સેકન્ડમાં પૂરું કરી નાખ્યું હતું. પોલની નીચે જમીનને સમાંતર સૂઈને બે પગ ૧૮૦ ડિગ્રીએ પહોળા કરીને સૌથી ઝડપી લિમ્બો સ્કેટનો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ સૃષ્ટિએ પોતાના નામે કર્યો છે.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
