News of Monday, 23rd March 2026
મેનેજરે રજા આપવાની ના પાડી તો બેન્કના ગાર્ડે મેનેજરની કેબિનમાં ઘૂસીને ગોળી મારી દીધી
ગાઝિયાબાદના લોનામાં પંજાબ એન્ડ સિંધ બેન્કના ગાર્ડ રવીન્દ્ર હૂડાએ રજા અને પગાર માટે વિવાદ થતાં મેનેજરને ગોળી મારીને પતાવી દીધો હતો

ગાઝિયાબાદ તા.૨૩: ગાઝિયાબાદના લોનામાં પંજાબ એન્ડ સિધ બેન્કના ગાર્ડ રવીન્દ્ર હૂડાએ રજા અને પગાર માટે વિવાદ થતાં મેનેજરને ગોળી મારીને પતાવી દીધો હતો. તાજેતરમાં બનેલા બનાવમાં બેન્કના સુરક્ષાગાર્ડ રવીન્દ્ર હૂડાએ બ્રાન્ચ-મેનેજર અભિષેક શર્માની કેબિનમાં ઘૂસીને તેમને ગોળીથી વીંધી નાખ્યા હતા. એ વખતે બેન્કમાં ૫૦-૬૦ ગ્રાહકો હતા. વાત એમ હતી કે રવીન્દ્ર એક દિવસ ડ્યુટી પર આવ્યો નહોતો. મેનેજરે તેને ફોન કરીને ખખડાવ્યો અને તરત જ બેન્કમાં હાજર થવા કહ્યું હતું. રવીન્દ્ર એ પછી તરત તો ન આવ્યો પરંતુ બપોરના સમય તે હાફ પેન્ટ અને ટી-શર્ટ પહેરીને તેના મિત્ર સાથે બાઇક પર પહોંચ્યો હતો અને બેન્કમાં દાખલ થઈને ત્યાં સુરક્ષા માટે રાખેલી લાઇસન્સ બંદૂકથી મેનેજરની કેબિનમાં જઈ પહોંચ્યો. ત્યાં બન્ને વચ્ચે રજા અને પગારને લઈને ઉગ્ર ચર્ચા થઈ અને અંતે રવીન્દ્રએ મેનેજરની છાતીમાં ગોળી ધરબી દીધી. એ પછી તેના દોસ્ત સાથે બાઇક પર ફરાર થઈ ગયો હતો
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
