<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

બુગાટીએ ૨૮ લાખ રૂપિયાની લક્‍ઝરી સાઇકલ લોન્‍ચ કરી

આ કાર એવા લોકો માટે છે જે લોકો સુપરકારના શોખીન છે અને લક્‍ઝરી વાહનોનું કલેક્‍શન કરવા માગે છે.

લંડન તા.૨૩: જેની પાસે કાર લેવાના પૈસા ન હોય તે ટૂ-વ્‍હીલર વસાવે અને જેની પાસે એના પણ પૈસા ન હોય તે સાઇકલ પર ફરે. જૂના જમાનામાં આવું થતું, પરંતુ હવે સાઇકલ ચલાવવાનું પણ ન પોસાય એટલી મોંઘવારી વધી ગઈ છે. એમાં લક્‍ઝરી કાર કંપની બુગાટીએ સાઇકલમાં પણ લક્‍ઝરી સેગમેન્‍ટની શરૂઆત કરી છે.

બુગાટી ફેક્‍ટર વન નામની આ લક્‍ઝરી સાઇકલની કિમત ૨૮ લાખ રૂપિયા છે. કંપનીનું કહેવું છે કે આ લિમિટેડ એડિશન સાઇકલ છે જેના માત્ર ૨૫૦ યુનિટ જ બનાવવામાં આવશે. આ માત્ર સાઇકલ નહીં, કલેક્‍શન આઇટમ છે. સાઇકલ હોવા છતાં આટલી મોંઘી કેમ? એવો જો સવાલ થતો હોય તો એનું કારણ છે એની બનાવટ.  આ સાઇકલમાં સામેથી આવતા પવનની ઇમ્‍પેક્‍ટ ઘટાડવા માટે ઍરોડાઇનેમિક રચના કરવામાં આવી છે અને એનું બોડી હલકું રાખવા માટે કાર્બન ફાઇબર બોડી છે. બુગાડીની ફ્રેચ રેસિગ બ્‍લુ કાર સાથે એનો લુક મળતો આવે છે. આ કાર એવા લોકો માટે છે જે લોકો સુપરકારના શોખીન છે અને લક્‍ઝરી વાહનોનું કલેક્‍શન કરવા માગે છે.(૩૮.૪૯)

 

(3:40 PM IST)