<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

કુવૈતમાં અમેરિકાનું વધુ એક ફાઈટર જેટ તૂટી પડયું

F-૩૫ બાદ ફરી એકવાર અમેરિકાની સૈન્‍ય તાકાતને જોરદાર ફટકો

કુવૈત, તા.૨૩: મધ્‍ય પૂર્વના રણ પ્રદેશમાં યુદ્ધની જ્‍વાળાઓ વધુ પ્રચંડ બની રહી છે. અલ-અહદ ન્‍યૂઝ નેટવર્કના અહેવાલ મુજબ, કુવૈતના આકાશમાં ઉડતા અમેરિકાના એક અદ્યતન ફાઈટર જેટ પર અચાનક હુમલો કરવામાં આવ્‍યો હતો, જેના પરિણામે વિમાન ગણતરીની મિનિટોમાં જ સળગીને રણની રેતીમાં ખાબકયું હતું. આ ઘટનાએ પેન્‍ટાગોનમાં દોડધામ મચાવી દીધી છે, કારણ કે માત્ર ચાર દિવસ પહેલા જ ઈરાને તેહરાન તરફ વધી રહેલા અમેરિકાના સ્‍ટીલ્‍થ કિંગ ગણાતા એફ-૩૫ વિમાનને તોડી પાડીને દુનિયાને ચોંકાવી દીધી હતી. હાલમાં આ ક્રેશ થયેલું વિમાન કયા મોડેલનું હતું તે રહસ્‍ય અકબંધ છે, પરંતુ પ્રાથમિક અહેવાલો મુજબ આ એક સોનિયોજિત હુમલો હોવાની પૂરેપૂરી શકયતા છે.

ઈરાન અને અમેરિકા વચ્‍ચે ચાલી રહેલા આ લોહિયાળ જંગમાં હવે ટેકનિકલ શ્રેષ્ઠતાના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. કુવૈતમાં થયેલા આ લેટેસ્‍ટ એર-ક્રેશ પાછળ ઈરાનનો હાથ હોવાની પ્રબળ શંકા સેવાઈ રહી છે, જોકે ઈરાને હજુ સુધી આ બાબતે સત્તાવાર મૌન સેવ્‍યું છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, વિમાન હવામાં હતું ત્‍યારે જ તેના પર કોઈ અજ્ઞાત હથિયાર કે મિસાઈલ વડે પ્રહાર કરવામાં આવ્‍યો હતો, જેના કારણે પાઈલટને વિમાન સંભાળવાની તક પણ મળી નહોતી. અમેરિકી સૈન્‍ય મથકો અને ઈરાન સમર્થિત જૂથો વચ્‍ચે વધતા તણાવને જોતા, આ ઘટના હવે મોટા પાયે હવાઈ હુમલામાં પરિણમે તેવી પૂરી સંભાવના છે

(3:42 PM IST)