<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

ઈરાનની અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લી ચેતવણી: તમારી બધી જ હરકતો ચલાવી લીધી પરંતુ હવે જો તમે અમારા વીજ મથકો પર હુમલો કરશો તો અમે તમારા વીજ મથકો ઉડાવી દઈશું: ન્યૂઝ ફર્સ્ટ

અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ હવે અત્યંત ભયાનક સ્તરે પહોંચી ગયો છે. ઈરાને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સીધી અને ખુલ્લી ચેતવણી આપી છે. ઈરાની સત્તાવાળાઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, અમેરિકાએ અમારા હોસ્પિટલો, ઈમરજન્સી કેન્દ્રો અને શાળાઓ પર નિર્દયતાથી હુમલા કર્યા છે, છતાં અમે અત્યાર સુધી સંયમ રાખીને આવું કોઈ વળતું હિન કક્ષાનું પગલું ભર્યું નથી. પરંતુ હવે જો અમેરિકા અમારા વીજળીના માળખા અથવા પાવર પ્લાન્ટ્સ પર હુમલો કરશે, તો અમે પણ તેના વીજ મથકોને સીધું નિશાન બનાવીશું.

 આંતરરાષ્ટ્રીય ઉર્દુ મીડિયાના અહેવાલો મુજબ, આ ધમકી બાદ બંને દેશો વચ્ચેનું યુદ્ધ એક નવા અને વધુ વિનાશક તબક્કામાં પ્રવેશી ચૂક્યું છે. નાગરિક માળખાને નિશાન બનાવવાની આ સ્પષ્ટ ચેતવણીથી સમગ્ર વિશ્વમાં ગભરાટ ફેલાયો છે.

(5:19 PM IST)