<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

વૈશ્વિક યુદ્ધ અને મિસાઈલ હુમલાઓની ભારતીય અર્થતંત્ર પર વિનાશક અસર: અમેરિકન ડોલર સામે રૂપિયો ઐતિહાસિક તળિયે ગગડીને ૯૪ ના સ્તરે પહોંચ્યો: ન્યૂઝ ફર્સ્ટ

મધ્ય પૂર્વ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા યુદ્ધ અને મિસાઈલ હુમલાઓના કારણે ભારતીય અર્થતંત્રને ભારે ફટકો પડ્યો છે. યુદ્ધની આ ભયાનક પરિસ્થિતિએ ભારતીય રૂપિયાની કમર તોડી નાખી છે. વિદેશી હૂંડિયામણ બજારમાં અમેરિકન ડોલરની સરખામણીમાં ભારતીય રૂપિયો ઐતિહાસિક નીચલી સપાટીએ ગગડી ગયો છે.

સાંજે ૪.૨૦ વાગ્યાના તાજેતરના આંકડા મુજબ, ૧ યુએસ ડોલરની કિંમત હવે રૂપિયા ૯૪ થઈ ગઈ છે. આર્થિક નિષ્ણાતો અને ડિજિટલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવોમાં થયેલા ભડકા અને વિદેશી રોકાણકારો દ્વારા મોટા પાયે થઈ રહેલા મૂડી-રોકાણના પાછા ખેંચવાને કારણે રૂપિયામાં આટલો મોટો કડાકો બોલાયો છે.

રૂપિયાના આ અવમૂલ્યનથી દેશમાં આયાત ખૂબ જ મોંઘી બનશે અને સ્થાનિક બજારમાં મોંઘવારી દરમાં પણ ભયજનક વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે.

(5:20 PM IST)