હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વેદાંતા રોકાણકારોને સારા સમાચાર :શેરદીઠ રૂપિયા 11 વચગાળાનું ડિવિડન્ડ જાહેર : જાણો કોણ હક્કદાર ?
ડિવિડન્ડ ચુકવણી માટે કંપનીએ આ માટે કૂલ રૂપિયા 4,300 કરોડની ફાળવણી કરી : છેલ્લા 12 મહિનામં કંપનીએ શેરદીઠ રૂપિયા 23 ડિવિડન્ડ આપી ચુકી છે.

મુંબઈ :જાણીતા ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલના વડપણ હેઠળની વેદાંતા લિમિટેડ કંપનીના બોર્ડેની મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં નાણાકીય વર્ષ 2026 માટે ત્રીજા વચગાળાના ડિવિડન્ડને મંજૂરી આપવામાં આવી છે.
વેદાંતાએ શેરદીઠ રૂપિયા 11 ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપનીએ આ માટે કૂલ રૂપિયા 4,300 કરોડની ફાળવણી કરી છે. એક્સચેન્જ સમક્ષ આપવામાં આવેલી માહિતી પ્રમાણે વેદાંતાએ આ ડિવિડન્ડ માટે 28 માર્ચ એટલે કે આગામી શનિવાર રેકોર્ડ ડેટ નક્કી કરી છે. એટલે કે આ તારીખ અગાઉ જે શેરધારકો પાસે વેદાંતાના શેર હશે તેઓ ડિવિડન્ડ માટે હક્કદાર હશે.
નાણાકીય વર્ષ 2026માં વેદાંતાએ શેરધારકોને અગાઉ જ શેરદીઠ રૂપિયા 23 ડિવિડન્ડ આપી ચુકી છે. તેમાં 18 જૂન 2025ના રોજ જાહેર કરવામાં આવેલ રૂપિયા 7 પ્રતી શેર વચગાળાનું ડિવિડન્ડ નો સમાવેશ થાય છે. તે અંતર્ગત કંપનીએ રૂપિયા 2400 કરોડની ચુકવણી કરી, ત્યારબાદ ઓગસ્ટમાં રૂપિયા 16 પ્રતી શેર બીજુ ડિવિડન્ડ આપ્યું, જેમાં રૂપિયા 6200 કરોડથી વધારે ચુકવણી કરવામાં આવી હતી.
કંપનીના ડિવિડન્ડ ઈતિહાસને જોઈએ તો Vedanta Limitedએ વર્ષ 2001થી અત્યાર સુધીમાં 49 વખત ડિવિડન્ડ જાહેર કર્યું છે. છેલ્લા 12 મહિનામં કંપનીએ શેરદીઠ રૂપિયા 23 ડિવિડન્ડ આપી ચુકી છે. વર્તમાન શેરની કિંમત પ્રમાણે કંપનીની ડિવિડન્ડ ઈલ્ડ આશરે 3.59 ટકા છે.
વળતરની વાત કરીએ તો છેલ્લા એક વર્ષમાં આ કંપનીએ આશરે 40 ટકા વળતર આપ્યું છે, જે Nifty 50 તથા Sensexની તુલનામાં વધારે સારું પર્ફોમન્સ છે.આ અવદિ દરમિયાન બન્ને ઈન્ડેક્સે નેગેટિવ વળતર આપ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
