<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

સાંડેસરા બંધુઓ જેવી જ રાહત આપવા અનિલ અંબાણીની નાણામંત્રી નિર્મલા સીતારમણ સમક્ષ રજૂઆત: દેવું ચૂકવવા ૫૧૦૦ કરોડના સેટલમેન્ટની ઓફર: ન્યૂઝ ફર્સ્ટ

૧૪ બેંકોએ એડીએજી પર ૪૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના લોન ડિફોલ્ટનો દાવો કર્યો છે અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા અત્યાર સુધીમાં તેમની ૧૫,૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે

મુંબઈ: અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ (એડીએજી)ના ચેરમેન અનિલ અંબાણીએ ૧૭ માર્ચના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ અને સુપ્રીમ કોર્ટને એક ગુપ્ત પત્ર લખીને લોનની ચુકવણી માટે પ્રસ્તાવ મૂક્યો છે. ૧૪ બેંકોએ એડીએજી પર ૪૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના લોન ડિફોલ્ટનો દાવો કર્યો છે અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા અત્યાર સુધીમાં તેમની ૧૫,૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. 

 

અંબાણીએ તેમના પત્રમાં નવેમ્બર ૨૦૨૫માં સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર કરાયેલા સ્ટર્લિંગ ગ્રુપના ભાગેડુ સાંડેસરા બંધુઓના ૫,૧૦૦ કરોડ રૂપિયાના સેટલમેન્ટ અને તમામ ફોજદારી કાર્યવાહી બંધ કરવાના નિર્ણયનો હવાલો આપ્યો છે. 

 

તેમણે દલીલ કરી છે કે તેઓ ભાગેડુ નથી અને દેશ ન છોડવાની ખાતરી આપી છે. તેથી સ્વતંત્ર કાનૂની અને નાણાકીય નિષ્ણાતોની ઉચ્ચ સ્તરીય સમિતિ અથવા ધિરાણકર્તાઓની સમિતિની રચના કરી તેમના દેવાની ચુકવણીનું માળખું નક્કી કરવામાં આવે. તેમણે ૫૦ લાખથી વધુ રિટેલ શેરધારકોના હિતનું પણ ધ્યાન રાખવા અપીલ કરી છે.

 

(9:26 AM IST)