<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના ભારે સ્ફોટક વાતાવરણના પગલે સાઉદી અરેબિયાના તમામ એરપોર્ટ પર હાઈ એલર્ટ: અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, હજારો મુસાફરો એરપોર્ટ પર અટવાયા: ન્યુઝ ફર્સ્ટ

સાઉદીના એરસ્પેસમાં નોંધપાત્ર નિયંત્રણો લાદવામાં આવતા ફ્લાયનાસ અને સાઉદિયા એરલાઈન્સે દુબઈ, અબુ ધાબી, કતાર, કુવૈત અને ઈરાક સહિતના અનેક દેશોની ફ્લાઈટ્સ રદ કરી દીધી

રિયાધ: અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલા અને તેના જવાબમાં ઈરાન દ્વારા સતત છોડવામાં આવતા ડ્રોન અને મિસાઈલોના ખતરાને કારણે સાઉદી અરેબિયાના તમામ એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

 

ઈરાની મિસાઈલો સાઉદીની હદમાં પડવાની ઘટનાઓ બાદ રિયાધના કિંગ ખાલિદ ઈન્ટરનેશનલ એરપોર્ટ, જેદ્દાહના કિંગ અબ્દુલ અઝીઝ એરપોર્ટ અને દમ્મામ એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. 

 

આ યુદ્ધની સ્થિતિને પગલે સાઉદીના એરસ્પેસમાં નોંધપાત્ર નિયંત્રણો લાદવામાં આવ્યા છે, જેના કારણે ફ્લાયનાસ અને સાઉદિયા જેવી એરલાઈન્સે દુબઈ, અબુ ધાબી, કતાર, કુવૈત અને ઈરાક સહિતના અનેક દેશોની ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. 

 

અમેરિકન દૂતાવાસે પોતાના નાગરિકો માટે સુરક્ષા એલર્ટ જારી કરીને તેમને તાત્કાલિક દેશ છોડવા અથવા સુરક્ષિત સ્થળે આશ્રય લેવાની ચેતવણી આપી છે. 

 

અચાનક ફ્લાઈટ્સ રદ થવાથી હજારો મુસાફરો એરપોર્ટ પર અટવાયા છે અને પ્રશાસન દ્વારા તેમને એરપોર્ટ આવતા પહેલા ફ્લાઈટનું સ્ટેટસ ચેક કરવા જણાવાયું છે.*

(9:27 AM IST)