<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

ઈરાનના મિસાઈલ હુમલાથી દક્ષિણ ઈઝરાયેલમાં સાયરન ગર્જી ઉઠ્યા: હીરાની તરફી મીડિયા કહે છે કે અંતર્ગત રાષ્ટ્રીય પોસ્ટ દ્વારા દ્વારા વોન્ટેડ જાહેર વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ગઠબંધનના નેતાઓની ઈમરજન્સી બેઠક બોલાવી !

ઈરાન દ્વારા કરવામાં આવેલા મિસાઈલ હુમલાઓને પગલે દક્ષિણ ઈઝરાયેલ (કબજા હેઠળના પેલેસ્ટાઈન)ના ઈલાત અને તેની આસપાસના વિસ્તારોમાં ફરી એકવાર સાયરન ગુંજી ઉઠ્યા છે. 

 

ઈરાન તરફથી સતત થઈ રહેલા મિસાઈલ અને ડ્રોન હુમલાઓથી ઈઝરાયેલના નાગરિકોમાં ભારે ભયનો માહોલ છે. આ ગંભીર સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (આઈસીસી) દ્વારા યુદ્ધ ગુનેગાર તરીકે વોન્ટેડ એવા ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ રાત્રે જ સરકારી ગઠબંધનના નેતાઓની એક અત્યંત મહત્વપૂર્ણ ઈમરજન્સી બેઠક બોલાવી  હોવાનું ઈરાન તરફી મીડિયામાં પ્રસિદ્ધ થયું છે. 

 

આ બેઠકમાં વર્તમાન સુરક્ષા સ્થિતિ, હવાઈ સંરક્ષણ પ્રણાલીની મજબૂતી અને ઈરાનના આ હુમલાઓનો કઈ રીતે આક્રમક વળતો જવાબ આપવો તે અંગે સઘન ચર્ચા થવાની શક્યતા છે. યુદ્ધની આ પરિસ્થિતિએ આખા મધ્ય પૂર્વમાં અશાંતિ સર્જી છે અને અમેરિકા સહિતનો આંતરરાષ્ટ્રીય સમુદાય પણ આ વધતા તણાવ પર સતત ચાંપતી નજર રાખી રહ્યો છે.

(9:29 AM IST)