<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

ભ્રષ્ટાચારના કેસોમાં EDએ આશરે રૂા.૫૦,૦૦૦ કરોડની સંપત્તિ પરત સોંપી

ગ્‍લોબલ નેટવર્ક હેઠળ સંબંધિત દેશની સત્તાવાર એજન્‍સી સીધા સંપર્કમાં રહી ભ્રષ્ટાચારી પાસેથી સંપત્તિની રિકવરી ઝડપી બનાવે છે

નવી દિલ્‍હી તા.૨૪: એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટદ્વારા ભ્રષ્ટાચાર સંબંધી કેસોમાં ૫.૬ અબજ ડોલર (આશરે રૂ.૫૦,૦૦૦ કરોડ)ની સંપત્તિ પરત કરવામાં આવી છે અને પીડિત અથવા રાજ્‍યને સોંપાઈ છે. મોટાભાગની સફળતા છેલ્‍લા બે-ત્રણ વર્ષમાં જ મળી હોવાનð_ EDના ડાયરેક્‍ટર રાહુલ નવીને જણાવ્‍યુ હતું. ગ્‍લોબલ ઓપરેશનલ નેટવર્ક ઓફ એન્‍ટિ-કરપાન લો એન્‍ફોર્સમેન્‍ટ ઓથોરિટીઝની ૧૨મી સ્‍ટીયરિગ કમિટી બેઠકમાં તેમણે ઉપરોક્‍ત માહિતી આપી હતી. યુનાઈટેડ નેશન્‍સ કન્‍વેન્‍શન અગેઈન્‍સ્‍ટ કરપ્‍શનમાં રખાયેલા લક્ષ્યાંકો અન્‍વષે એસેટ રિકવરી માટે ગ્‍લોબ નેટવર્કનું આધુનિક માળખું ઊભું કરવામાં આવ્‍યું છે.

ગ્‍લોબ નેટવર્કના કારણે ભારતની તપાસ સંસ્‍થાઓને ઘણી મદદ મળી હોવાનું કહી રાહુલ નવીને સ્‍પેનનું ઉદાહરણ આપ્‍યુ હતું, જ્‍યાં ગ્‍લોબ નેટવર્ક પર માહિતી શેર કરાયા પછી સત્તાવાર ચેનલ મારફતે સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. ઓપન સોર્સ રજિસ્‍ટ્રીની એક ડાયરેક્‍ટરી નેટવર્કના દેશો દ્વારા તૈયાર કરાઈ છે, જેના કારણે તપાસના પ્રારંભિક તબક્કામાં જ મદદ મળી રહે છે. ચોરાયેલી કે છેતરપિડીથી આંચકી લેવાયેલી સંપત્તિ રાજ્‍યોને અથવા પીડિતોને પરત અપાવવામાં ભારતનો ટ્રેક રેકોર્ડ ઘણો સારો છે અને વૈશ્વિક સ્‍તરે ભારતને સૌથી વધુ સક્રિય જ્‍યુરિસડિક્‍શનનો લાભ મળે છે.

ગ્‍લોબ નેટવર્ક સ્‍ટીયરિગ કમિટીની ત્રણ દિવસની બેઠક દિલ્‍હી ખાતે યોજાઈ રહી છે, જેમાં ૧૫ સભ્‍ય દેશ ભાગ લઈ રહ્યા છે. આ દેશોમાં અઝરબૈઝાન, ચીન (હોંગકોંગ, મકાઉ) બ્રાઝિલ, ઈથોપિયા, ગ્રેનેડા ભારત, ઈટાલી, નાઈજારિયા, રોમાનિયા રશિયા, સાઉદી અરેબિયા, સ્‍પેન, સાઉથ આફ્રિકા, સાઉથ કોરિયા અને યુનાઈટેડ આરબ એમિરેટ્‍સનો સમાવેશ થાય છે. આ નેટવર્કના સભ્‍ય દેશો એકબીજાની તપાસ એજન્‍સીઓને સહકાર આપે છે અને ભ્રષ્ટાચારમાંથી ભેગી કરેલી સંપત્તિ રીકવર કરવામાં મદદરૂપ બને છે. નેટવર્કમાં ૧૩૫ સભ્‍ય દેશો છે અને ૨૫૦ સત્તામંડળો સભ્‍યપદ ધરાવે છે. યુરોપોલ, વર્લ્‍ડ બેન્‍ક, ઈન્‍ટરનેશનલ એસોસિએશન ઓફ એન્‍ટિ કરવાન ઓથોરિટીઝ જેવા ૧૮ સત્તામંડળો તેમાં નિરીક્ષક તરીકે ફરજ બજાવે છે.

(9:57 AM IST)