હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM

નવી દિલ્હી તા.૨૪: સુપ્રીમ કોર્ટે દિવ્યાંગ વ્યક્તિઓ માટે પરિવહન ક્ષેત્રે સુલભતા વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. કોર્ટે અભિપ્રાય આપ્યો હતો કે ટેક્સી અથવા કેબ્સ એવી રીતે સજ્જ હોવી જોઈએ કે જેમાં વ્હીલચેર અને અન્ય સહાયક ઉપકરણો સરળતાથી સમાવી શકાય. જાસ્ટિસ વિક્રમ નાથ અને જાસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે જણાવ્યું હતું કે, કેબ બુકિગ એપમાં એવી જોગવાઈ હોવી જોઈએ કે જેમાં દિવ્યાંગો માટે ખાસ સુધારા કરાયેલી નિર્દિષ્ટ કેબ્સનો વિકલ્પ મળી રહે. અદાલતે ભારપૂર્વક જણાવ્યું હતું કે દિવ્યાંગો માટે અસરકારક પરિવહન સુનિヘતિ કરવા માટે ખાસ મોડિફાઈડ કેબ્સ અને કેરિયર્સનો ઉપયોગ કરવો જરૂરી છે. આ સુનાવણી શિવજીત સિહ રાઘવ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર કરવામાં આવી હતી, જેમાં દિવ્યાંગો માટે ‘ફર્સ્ટ અને લાસ્ટ માઈલ' (ઘરથી વાહન અને વાહનથી ગંતવ્ય સુધીની) સુવિધા સુધારવાની માંગ કરવામાં આવી છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM