News of Tuesday, 24th March 2026
કરદાતાઓને IT રિટર્નના ફોર્મમાં મોટા ભાગની વિગતો ભરેલી મળશે
કરદાતા ફોર્મ ચકાસીને નાની નાની ભૂલોને થતી અટકાવી શકે તેવી વ્યવસ્થા : આઈટી દ્વારા ફોર્મ બહાર પાડવામાં આવતા કરદાતાને ભરવામાં સરળતા રહેશે

નવી દિલ્હી,તા.૨૪: ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કરદાતાઓને રિટર્ન ભરવામાં તકલીફ નહીં પડે તે માટેના સતત સુધારા કરતું હોય છે. ચાલુ વર્ષે આઇટી રિટર્નના ફોર્મમાં મોટાભાગની વિગતો પહેલેથી જ ભરેલી હોય તેવી રીતના ફોર્મ બહાર પાડવામાં આવનાર છે. જેથી કરદાતાઓને લાંબા અને માથાકૂટ ફોર્મ ભરવામાંથી છૂટકારો મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે જે ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે તેમાં વિગતો પહેલેથી જ ભરેલી હોવાના કારણે નાની નાની ભૂલોને કારણે કરદાતાઓને નોટિસ મળતી હતી તેમાં પણ રાહત મળવાની છે.
આ માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેથી આઈટી રિટર્ન ભરવા માટેના ફોર્મ આગામી દિવસોમાં બહાર પાડવામાં ઓ તો કરદાતા તે ફોર્મની પૂરતી ચકાસણી કરીને જાતે જ ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવનાર છે. જોકે છેલ્લા કેટલાય સમયથી ઈન્કમટેક્સ વિભાગ દ્વારા સરલ ફોર્મ બહાર પાડવાની વાતો કરી રહ્યું હતું. જોકે તેનું અમલીકરણ ચાલુ વર્ષથી કરવામાં આવે તેવી શક્યતાઓ વધી છે.
અગાઉના જટિલ અને અનેક પ્રકારના ફોર્મ્સને બદલે હવે મર્યાદિત ફોર્મ્સ હશે. ફોર્મમાં વપરાતી ભાષા પણ અત્યંત સરળ રાખવામાં આવી છે જેથી સામાન્ય કરદાતા તેને સહેલાઈથી સમજી શકે. નવા ફોર્મ્સમાં કરદાતાની મોટા ભાગની વિગતો પહેલેથી જ ભરેલી હશે. આનાથી ડેટા એન્ટ્રીમાં થતો સમય બચશે અને ભૂલો થવાની શક્યતા નહિવત થઈ જશે. આધુનિક ટેકનોલોજીની મદદથી ફોર્મ્સને એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યા છે કે જેથી પાનકાર્ડ, નામ અને અન્ય વિગતોમાં થતી મિસમેચની સમસ્યાઓ દૂર કરી શકાય. વિગતો ઓટોમેટિક ચકાસણી હેઠળ હોવાથી ફાઇ લિગ દરમિયાન થતી નાની-નાની ભૂલો અટકશે, જેના કારણે ભવિષ્યમાં આવતી નોટિસ કે કાયદાકીય ગૂંચવણોમાં ધરખમ ઘટાડો થશે. કરદાતા દ્વારા જ્યારે રિટર્ન ભરવામાં આવે ત્યારે અગાઉ 26-AIS ફોર્મ દ્વારા વિગતો આપવામાં આવતી હતી.
કરદાતાઓને આ ફાયદો થશે
આ નવી વ્યવસ્થાથી કરદાતાઓનો કિમતી સમય બચશે અને માનસિક તણાવમાં ઘટાડો થશે. ઓછું ટાઈપિગ અને વધુ સુવિધાના મંત્ર સાથે તૈયાર કરાયેલા આ ફોર્મ્સ દ્વારા કરદાતાઓ કોઈપણ અડચણ વગર ગમે ત્યાંથી પોતાનું ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકશે. ઓછી ભૂલો એટલે ઓછી ફરિયાદો અને ઝડપી પ્રોસેસિગ, જે અંતે કરદાતા અને સરકાર બંને માટે ફાયદાકારક સાબિત થશે. આવકવેરા વિભાગનો આ પ્રોજેકટ “Simplified Forms. Smarter Filing” ના વિઝન હેઠળ તૈયાર કરવામાં આવ્યા છે.
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
