News of Tuesday, 24th March 2026
બે પત્નીથી ૧૮ બાળકો થયા છતાં ગામના પૂર્વ સરપંચે બહાર લફરું કર્યું અને મોત મળ્યું
પહેલી પત્નીના ૬ બાળકો સહિત ૯ બાળકો છે. જ્યારે બીજી પત્નીના પણ ૯ બાળકો છે. બંને પત્નીઓ એક સાથે રહેતી હતી

પ્રતાપગઢ,તા.૨૪: ઉત્તર પ્રદેશના પ્રતાગઢમાં પૂર્વ સરપંચ મુસ્તકા ગુલશમ ઉર્ફ મુન્નાની નિર્મમ હત્યાથી સનસનાટી ફેલાઈ ગઈ છે. આ સમગ્ર મામલો માંધાતા કોતવાળીના સુમેરપુર ગામનો છે. જ્યાં નહેરમાં કોથળાની અંદરથી લાશ મળતા આખા વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ. કોથળાની અંદર લાશની તલાશી લેતા પૂર્વ સરપંચ મુસ્તકા ગુલશન ઉર્ફ મુન્ના, રહેવાસી મિશ્રપુર તરીકે થઈ છે. તો વળી પોલીસના જણાવ્યા અનુસાર, રોડથી માથા હુમલો કરી મુસ્તકા ગુલશનની પ્રેમિકા સુમને હત્યા કરી હતી. જે બાદ લાશને કોથળામાં ભરી નહેરમાં ફેંકી દીધી હતી. આ ઘટનાની માહિતી મળતા પોલીસે લાશને નહેરમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે. હત્યાની ઘટનાની જાણ થતાં પરિવારમાં હાહાકાર મચી ગયો છે.
મુસ્તકા ગુલશન પોતાના ઘરેથી ૧૮ માર્ચના રોજ બાઈક લઈને નીકળ્યો હતો, પણ તે મોડી રાત સુધી ઘરે પરત ફર્યો નહોતો. પરિવાર ટેન્શનમાં આવી ગયો. પરિવારે માંધાતા પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે જ્યારે શોધખોળ કરી તો આજે તેમની લાશ નહેરમાંથી મળી આવી. જાણકારી અનુસાર, મુસ્તકા ગુલશન ઉર્ફ મુન્નાએ આ વિસ્તારની સુમન ગૌતમ નામની પરિણીત મહિલા સાથે વર્ષોથી અફેર ચાલતું હતું. મુસ્તકા પોતાના પ્રેમિકાને મળતા તેના પિયર જેઠવારા બગિયાપુર ગયો હતો. આરોપ છે કે પ્રેમિકાને મળવા માટે મુસ્તકા ગુલશન સતત બ્લેકમેલ કરી રહ્યો હતો. જેનાથી પ્રેમિકા પરેશાન થઈ ગઈ હતી. આરોપ છે કે પ્રેમિકાને મળવા માટે મુસ્તકા ગુલશન સતત બ્લેકમેલ કરતો હતો. જેનાથી પ્રેમિકાએ કંટાળી ગઈ હતી. મહિલાએ ૧૮ માર્ચની રાતે મુસ્તકા ગુલશન સાથે મુલાકાત કર્યા બાદ લોખંડના પાઈપથી તેના પર હુમલો કરી હત્યા કરી નાખી. હત્યાની ઘટનામાં સુમનનો ભાઈ અતુલ ગૌતમ પોતાના મિત્ર અરુણ ગૌતમ સાથે આવ્યા હતા. સુમન, અતુલ અને અરુણે મળીને લાશને કોથળામાં ભરી નહેરમાં ફેંકી દીધી. પોલીસે ત્રણેય પર હત્યાનો કેસ નોંધતા પ્રેમિકા સુમનની પણ ધરપકડ કરી લીધી.
મુસ્તકા ગુલશન ઉર્ફ મુન્નાની હત્યાથી પરિવારમાં હાહાકાર મચી ગયો છે. મુસ્તકા ગુલશને બે લગ્ન કર્યા હતા. પહેલી પત્ની કિસ્મતુલ નિશા હતી, જ્યારે બીજી પત્નીનું નામ અમ્બિયા બાનો હતી. બંને પત્નીથી મૃતકને કુલ ૧૮ બાળકો થયા હતા. પહેલી પત્નીના ૬ બાળકો સહિત ૯ બાળકો છે. જ્યારે બીજી પત્નીના પણ ૯ બાળકો છે. બંને પત્નીઓ એક સાથે રહેતી હતી. મૃતક મુસ્તકા મિશ્રપુર ગામનો ૨૦૧૬માં સરપંચ પણ રહી ચૂક્યો છે
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
