<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

ચોરો જ્‍વેલરી છોડી LPG સિલિન્‍ડર ચોરી ગયા

દેશમાં રસોઈ ગેસની અછત વચ્‍ચે પ્રયાગરાજમાં ચોરીની અજીબ ઘટના બની!

પ્રયાગરાજ,તા.૨૪: દેશમાં રસોઈ ગેસની અછત વચ્‍ચે અત્‍યારે એક અજીબ પ્રકારનો કેસ પ્રકાશમાં આવ્‍યો છે. પ્રયાગરાજના દારાગંજ વિસ્‍તારમાં ચોર ઘરમાં આવ્‍યાં પરંતુ કિમતી જ્‍વેલરી અને અન્‍ય વસ્‍તુઓની ચોરી નથી કરી, આ ચોરે માત્ર ગેસ સિલિન્‍ડરની ચોરી કરી ગયા છે. આ અનોખી ચોરીના કારણે મામલો ચર્ચાનો કેસ બન્‍યો છે.

દારાગંજ થાણા વિસ્‍તારમાં રહેતા જ્ઞાનચંદ્ર શનિવારે રાત્રે પરિવાર સાથે ભોજન કરીને સૂઈ ગયા હતા. મધરાત પછી ચોરો ઘરમાં આવ્‍યાં અને સીધા રસોડામાં પહોંચીને ગેસથી ભરેલા સિલિન્‍ડરને ઉપાડી લઈ ગયા. સવારે પરિવારએ રસોડામાં સિલિન્‍ડર ગુમ થયો જોઈને આヘર્ય વ્‍યક્‍ત કર્યું. ખાસ બાબત એ કે, ચોરોએ રસોડામાંની અન્‍ય વસ્‍તુઓ અને નજીકના રૂમમાં રાખેલા જ્‍વેલરીને હાથ પણ ન લગાવ્‍યો! આ મામલે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. પોલીસ ફરિયાદ પ્રમાણે, બે દિવસ પહેલાં જ ભારે મુશ્‍કેલીથી ગેસ એજન્‍સીમાંથી સિલિન્‍ડર લાવ્‍યો હતો અને તેને ચેનથી બાંધીને સુરક્ષિત રાખ્‍યો હતો, છતાં ચોરો તેને તોડીને લઈ ગયા. આ ઘટનાની જાણ પડોશીઓને થતાં તેઓ આヘર્યચકિત થયા અને વિવિધ ચર્ચાઓ શરૂ થઈ. આ કેસમાં હવે પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરીને ચોરોને પકડી પકડવા માટે ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્‍યાં છે.

આ પહેલાં પ્રયાગરાજના બહેરિયા વિસ્‍તારમાં પણ આવી ઘટના બની હતી. જલાલપુર સિકંદરામાં પંડિત જવાહરલાલ નેહરુ ઈન્‍ટર કોલેજના સ્‍ટોર રૂમમાં તાળું તોડીને ચોરોએ ગેસ સિલિન્‍ડરની ચોરી કરવામાં આવી હતી. તે કેસમાં પોલીસે ગામના જ સુરજ ધુરિયાને ધરપકડ કરી સિલિન્‍ડર પાછો મેળવ્‍યો હતો. હવે આવી ઘટના ફરી પ્રયાગરાજમાં બની છે

(10:22 AM IST)