News of Tuesday, 24th March 2026
ઈરાને અમેરિકાની શરતો સ્વીકારીઃ પાંચ વર્ષ માટે મિસાઈલ પ્રોગ્રામ સ્થગિત કરવા અને યુદ્ધ વિરામ માટે સહમતિ દર્શાવીઃ મધરાત્રે ઇઝરાયેલી ન્યુઝ ચેનલનો ધડાકો

જેરુસલેમ,તા.૨૪: ઈઝરાયેલની ચેનલ ૧૨ ના અહેવાલ મુજબ, પヘમિ એશિયાના તણાવપૂર્ણ માહોલ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઈરાનના ઉચ્ચ અધિકારીઓએ યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકા દ્વારા રાખવામાં આવેલી કેટલીક મહત્વની શરતો અને માંગણીઓ પર પોતાની સહમતિ વ્યક્ત કરી છે. આ સમજૂતી હેઠળ ઈરાન તેના લાંબા અંતરના બેલેસ્ટિક મિસાઈલ પ્રોગ્રામને આગામી પાંચ વર્ષ માટે સ્થગિત કરવા તૈયાર થયું હોવાનું જાણવા મળ્યું છે.
વિવિધ આંતરરાષ્ટ્રીય ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ્સ અને સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પગલું પ્રાદેશિક શાંતિ સ્થાપવા માટે ખૂબ જ નિર્ણાયક માનવામાં આવી રહ્યું છે. લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષને વિરામ આપવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે પડદા પાછળ ચાલી રહેલી રાજદ્વારી મંત્રણાઓ સફળ થતી જણાય છે.
જોકે, ઈરાન સરકાર તરફથી હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર જાહેર નિવેદન જારી કરવામાં આવ્યું નથી, પરંતુ ઈઝરાયેલી માધ્યમો આ બાબતને મોટી સફળતા તરીકે જોઈ રહ્યા છે. આ સમજૂતીથી વૈશ્વિક બજાર અને તેલના ભાવ પર પણ મોટી અસર થવાની શક્યતા છે
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
