News of Tuesday, 24th March 2026
ફરીદાબાદમાં પંક્ચરની દુકાન ચલાવતો પાકિસ્તાની જાસૂસ નૌશાદ અલી ઝડપાયો

ફરીદાબાદ,તા.૨૪: લગભગ ચાર મહિનાથી ફરીદાબાદના તિગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારના નચૌલી ગામમાં પેટ્રોલ પમ્પની સામે પંક્ચરની દુકાન ચલાવતો ૨૦ વર્ષનો પાકિસ્તાની જાસૂસ નૌશાદ અલી ઝડપાયો છે. તે મૂળ બિહારનો રહેવાસી છે અને હાલમાં ઉત્તર પ્રદેશ પોલીસની કસ્ટડીમાં છે.
નૌશાદ અલીની પ્રારંભિક પૂછપરછમાં જાણવા મળ્યું કે તે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા આ ગેન્ગ સાથે જોડાયેલો હતો અને પાકિસ્તાનસ્થિત હેન્ડલર સાથે સીધો સંપર્કમાં હતો. તેના પાકિસ્તાની હેન્ડલરના કહેવાથી, તેણે દેશભરમાં સુરક્ષાદળોનાં ઠેકાણાંઓ અને રેલવે-સ્ટેશનો સહિત અન્ય મહત્ત્વપૂર્ણ સ્થાપનોની જાસૂસી કરી છે. તેણે તેના પાકિસ્તાની હેન્ડલર દ્વારા પૂરા પાડવામાં આવેલા વિદેશી નંબરો પર જાસૂસી દરમિયાન લીધેલા ફોટો અને વિડિયો તેમ જ ગ્લોબલ પોઝિશનિગ સર્વિસ (GPS) લોકેશન મોકલ્યાં છે. હેન્ડલરે તેને પ્લેસ્ટોર પરથી તેના મોબાઇલ ફોન પર એક ઍપ ડાઉનલોડ કરવાનું કહીને આ માટે તાલીમ પણ આપી હતી
નૌશાદ ગેન્ગનો સૌથી મહત્ત્વપૂર્ણ ઑપરેટિવ હતો. શરૂઆતમાં જાસૂસી કર્યા પછી તેણે પાકિસ્તાની હેન્ડલરના કહેવાથી પોતાના જેવા અન્ય જાસૂસોની ભરતી કરવાનું શરૂ કર્યું હતું.
(4:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
