<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

ઈરાન-અમેરિકા યુદ્ધને પગલે ફિલિપાઈન્સમાં એક વર્ષ માટે 'એનર્જી ઈમર્જન્સી'ની જાહેરાત

સંકટનો સામનો કરવા માટે એક ખાસ સમિતિની રચના :ઈંધણ, ખાદ્ય ચીજવસ્તુઓ, દવાઓ, કૃષિ ઉત્પાદનો તથા અન્ય આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા, વિતરણ તથા ઉપલબ્ધતાને સમિતિ સુનિશ્ચિત કરશે.

પશ્ચિમ એશિયામાં સતત વધી રહેલા તણાવની સ્થિતિ વચ્ચે ફિલિપાઈન્સે પોતાની ઊર્જા પુરવઠાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને દેશમાં 'એનર્જી ઈમર્જન્સી'(Energy Emergency)જાહેર કરવાની ફરજ પડી છે.

રાષ્ટ્રપતિ માર્કોસે (Ferdinand Marcos) આ અંગે જણાવ્યું હતું કે આ સંકટનો સામનો કરવા માટે એક ખાસ સમિતિની રચના કરવામાં આવી છે, જે ઈંધણ, ખાદ્ય ચીજવસ્તુઓ, દવાઓ, કૃષિ ઉત્પાદનો તથા અન્ય આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા, વિતરણ તથા ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરશે.

સરકાર તરફથી જાહેર કરાયેલ એક્ઝિક્યુટીવ આદેશ પ્રમાણે પશ્ચિમ એશિયામાં સંઘર્ષને લીધે વૈશ્વિક ઊર્જા બજારો પર સંકટના વાદળો ઘરેયા છે અને સપ્લાઈ ચેઈનને ભારે ફટકો પડ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ ઓઈલની વધતી કિંમતો વચ્ચે વિશ્વના અનેક દેશો તેમની ઊર્જા સુરક્ષાને લઈ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

રાષ્ટ્રપતિ માર્કોસે કહ્યું કે ઊર્જા ઈમર્જન્સીની જાહેરાતથી સરકારે વર્તમાન કાયદા અંતર્ગત ઝડપથી અને યોગ્ય નિર્ણય લેવાની શક્તિ મળશે, જેથી ગ્લોબલ સપ્લાઈમાં અવરોધ તથા ઘરેલુ અર્થતંત્ર પર પડનારી પ્રતિકૂળ અસરને ઓછામાં ઓછી કરી શકાય.

આ ઈમર્જન્સી એક વર્ષ સુધી અમલી બનશે, તે અંતર્ગત સરકારે ઈંધણ તથા પેટ્રોલિયમ ઉત્પાદનોની સમયાંતરે સપ્લાઈને સુનિશ્ચિત કરવા માટે અગ્રિમતા આપી શકવા સહિત જરૂરી વસ્તુઓની ખરીદી માટે મંજૂરી આપવામાં આવેલ છે.

દરમિયાન ફિલિપાઈન્સના ઊર્જા સચિવ શેરોન ગેરિને જણાવ્યુ હતું કે વર્તમાન વપરાશના આધારે દેશ પાસે આશકે 45 દિવસ ચાલે એટલો ઈંધણનો પુરવટો છે. સરકાર બફર સ્ટોક વધારવા માટે દક્ષિણ-પૂર્વ એશિયા તથા અન્ય દેશોમાંથી 10 લાખ બેરલ ક્રુડ ઓઈલની ખરીદી કરવા તૈયારી કરી રહ્યું છે

(8:47 PM IST)