News of Wednesday, 25th March 2026
ઇરાનનો કુવૈત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડ્રોન હુમલો :એરપોર્ટ નજીક ઉભેલા ફ્યૂલ ટેન્કરમાં જોરદાર વિસ્ફોટ
વિસ્ફોટ બાદ આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા:સમગ્ર વિસ્તારમાં સુરક્ષા દળોને તાત્કાલિક તહેનાત કરાયા

નવી દિલ્હી : મધ્યપૂર્વમાં ચાલુ તણાવ સતત 26મા દિવસે વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ઇરાને કુવૈત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડ્રોન હુમલો કર્યો હોવાની માહિતી સામે આવી છે, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. ડ્રોન સ્ટ્રાઇક પછી એરપોર્ટ નજીક ઉભેલા ફ્યૂલ ટેન્કરમાં જોરદાર વિસ્ફોટ થયો, જેના પરિણામે ભારે નુકસાન થયું હોવાની આશંકા છે. વિસ્ફોટ બાદ આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા, જે ઘટનાની ગંભીરતા દર્શાવે છે. સમગ્ર વિસ્તારમાં સુરક્ષા દળોને તાત્કાલિક તહેનાત કરવામાં આવ્યા છે અને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
