<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

૧ મહિનો સીઝફાયર, ન્‍યૂક્‍લિયર પ્રોગ્રામ બંધઃ હોર્મુઝ સ્‍ટ્રેટ ચાલુ કરો

યુદ્ધ ખતમ કરવા ટ્રમ્‍પની ઈરાન સામે ૧૫ શરત! ડોનાલ્‍ડ ટ્રમ્‍પ આ યુદ્ધમાંથી બહાર નીકળવાનો રસ્‍તો શોધી રહ્યા છે : રાજદ્વારીઓ માને છે કે અમેરિકાની શરતો એટલી વ્‍યાપક છે કે ઈરાન તેને વર્તમાન સ્‍વરૂપમાં સ્‍વીકારે તેવી શક્‍યતા ઓછી છે

 

વોશીંગ્‍ટન તા.૨૫: ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકન પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે તેહરાન સામે એક મહત્ત્વનો ૧૫-સૂત્રીય શાંતિ પ્રસ્‍તાવ રજૂ કર્યો છે. મીડિયા રિપોર્ટ્‍સ મુજબ, આ પ્રસ્‍તાવ પાકિસ્‍તાનના મધ્‍યસ્‍થી દ્વારા ઈરાન સુધી પહોંચાડવામાં આવ્‍યો છે. ટ્રમ્‍પે ટ્રુથ સોશિયલ પર પાકિસ્‍તાની વડાપ્રધાન શાહબાઝ શરીફની પોસ્‍ટ શેર કરીને આ સાર્થક વાતચીતનો સંકેત આપ્‍યો છે. આ સંભવિત મંત્રણામાં અમેરિકા તરફથી સ્‍ટીવ વિટકોફ અને જેરેદ કુશનર સામેલ થઈ શકે છે. જોકે, ઈરાને કોઈ પણ પ્રકારની ગુપ્ત મંત્રણા કરી હોવાનો ઇનકાર કર્યો છે અને માત્ર મર્યાદિત પરોક્ષ સંપર્ક હોવાનું જણાવ્‍યું છે.

ટ્રમ્‍પનો ૧૫ સૂત્રીય શાંતિ પ્રસ્‍તાવઃ મુખ્‍ય મુદ્દાઓ

૧. એક મહિનાનું સીઝફાયરઃ યુદ્ધ રોકવા માટે તાત્‍કાલિક એક મહિના માટે સીઝફાયર કરવું.

૨. પરમાણુ હથિયાર પર પ્રતિબંધઃ ઈરાન ક્‍યારેય પરમાણુ હથિયાર નહીં બનાવે તેવી પ્રતિબદ્ધતા દર્શાવવી.

૩. પરમાણુ કાર્યક્રમનો અંતઃ ઈરાનના પરમાણુ કાર્યક્રમને સંપૂર્ણપણે નાબૂદ કરવો.

૪. મુખ્‍ય મથકોનો નાશઃ નતાંજ, ઇસ્‍ફાહાન અને ફોર્ડો પરમાણુ સુવિધાઓને સેવામાંથી હટાવી તેનો નાશ કરવો.

૫. યુરેનિયમ સંવર્ધન પર રોકઃ ઈરાની ધરતી પર કોઈપણ ન્‍યૂક્‍લિયર મટીરિયલના સંવર્ધનનો અંત લાવવો.

૬. સંવર્ધિત જથ્‍થો સોંપવોઃ તમામ સંવર્ધિત સામગ્રી નક્કી કરેલા સમયપત્રક મુજબ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્‍સી (IAEA)ને સોંપવી.

૭. IAEAને સંપૂર્ણ એક્‍સેસઃ યુએન (UN)ની પરમાણુ વોચડોગ સંસ્‍થાને ઈરાનની અંદરની તમામ માહિતી મેળવવા માટે સંપૂર્ણ એક્‍સેસ આપવો.

૮. મિસાઇલ પ્રોગ્રામ સ્‍થગિતફઃ બેલિસ્‍ટિક મિસાઇલ પ્રોગ્રામ પર હાલ રોક લગાવવી(ભવિષ્‍યમાં તેની સંખ્‍યા અને રેન્‍જ પર મર્યાદા મુકાશે).

૯. સૈન્‍ય મર્યાદાઃ ઈરાનની સૈન્‍ય ક્ષમતાઓને માત્ર સ્‍વ-બચાવ (Self-defence)ના હેતુ પૂરતી મર્યાદિત કરવી.

૧૦. પ્રોક્‍સી વ્‍યૂહરચનાનો ત્‍યાગઃ પ્રોક્‍સી ગ્રુપ્‍સ (સશષા જૂથો)ને સમર્થન આપવાનું અને હથિયાર પૂરા પાડવાનું બંધ કરવું.

૧૧. હોર્મુઝ સ્‍ટ્રેટઃ હોર્મુઝ સ્‍ટ્રેટને મુક્‍ત દરિયાઈ માર્ગ તરીકે ખુલ્‍લો રાખવાની ખાતરી આપવી.

૧૨. પરમાણુ પ્રતિબંધોમાંથી મુક્‍તિઃ આ શરતોના બદલામાં ઈરાન પર લાદવામાં આવેલા તમામ પરમાણુ સંબંધિત આર્થિક પ્રતિબંધો હટાવી લેવા.

૧૩. નાગરિક પરમાણુ કાર્યક્રમઃ વીજળી પેદા કરવા માટે બુશેહરમાં સિવિલિયન ન્‍યૂક્‍લિયર પ્રોગ્રામના વિકાસમાં અમેરિકા સહયોગ આપશે (દેખરેખ હેઠળ).

૧૪. સ્‍નેપબેક મિકેનિઝમ નાબૂદીઃ પ્રતિબંધોઆપમેળે ફરીથી લાગુ કરવાની સ્‍નેપબેક સિસ્‍ટમ ખતમ કરવી.

૧૫. સીધી મંત્રણાઃ મધ્‍યસ્‍થીઓ (પાકિસ્‍તાન, તૂર્કિયે, ઇજિપ્ત) દ્વારા અમેરિકા અને ઈરાનના અધિકારીઓ વચ્‍ચે મંત્રણા યોજવી.

નિષ્‍ણાતોના મતે આ ૧૫-સૂત્રીય માળખું નવું નથી, પરંતુ મે ૨૦૨૫ના નિષ્‍ફળ ગયેલા પ્રસ્‍તાવ પર આધારિત છે. અમેરિકાના આ અચાનક સીઝફાયરના પ્રસ્‍તાવથી ઈઝરાયલના અધિકારીઓ હેરાન છે, કારણ કે તેઓ યુદ્ધ ચાલુ રાખવા માંગતા હતા. બીજી તરફ, રાજદ્વારી કોશિશો છતાં પેન્‍ટાગોન મિડલ ઈસ્‍ટમાં વધુ ૩,૦૦૦ સૈનિકો તૈનાત કરી રહ્યું છે, જેનાથી ત્‍યાં કુલ અમેરિકન સૈનિકોની સંખ્‍યા ૫૦,૦૦૦ પર પહોંચી જશે. ઈરાને પણ ચેતવણી આપી છે કે જો સૈન્‍ય ગતિવિધિઓ વધશે તો તે દરિયામાં નેવલ માઇન્‍સ (દરિયાઈ બારૂદ) પાથરી શકે છે.

યુદ્ધમાંથી બહાર નીકળવા માટે ડોનાલ્‍ડ ટ્રમ્‍પનો ઓફ-રેમ્‍પ પ્‍લાન

વિશ્‍લેષકોનું માનવું છે કે ડોનાલ્‍ડ ટ્રમ્‍પ આ યુદ્ધમાંથી બહાર નીકળવાનો રસ્‍તો શોધી રહ્યા છે. જોકે, અમેરિકા અને ઈરાન વચ્‍ચેનો ઊંડો અવિશ્વાસ અને ઈરાનમાં વાતચીતના અધિકાર અંગેની અનિヘતિતા આ શાંતિ પ્રક્રિયામાં મોટા અવરોધ સમાન છે. રાજદ્વારીઓ માને છે કે અમેરિકાની શરતો એટલી વ્‍યાપક છે કે ઈરાન તેને વર્તમાન સ્‍વરૂપમાં સ્‍વીકારે તેવી શક્‍યતા ઓછી છે.

(3:00 PM IST)