<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

ઉપરાષ્‍ટ્રપતિના હસ્‍તે રામભાઇ મોકરીયાનું અભિવાદન

રાજકોટ, તા. રપઃ શ્રી રામભાઇ મોકરીયાનું અભિવાદન રાજયસભાના સાંસદ  ભારતના ઉપરાષ્‍ટ્રપતિ સી.સી. રાધાકૃષ્‍ણનજીએ કર્યુ હતું.

ભારતના ઉપરાષ્‍ટ્રપતિ એન્‍કલેવ, નવી દિલ્‍હી ખાતે રાજયસભાના સેવા નિવૃત થતા. સદસ્‍યોનો સમારંભ યોજવામાં આવેલ હતો જેમાં વર્ષો સુધી લોકતંત્રને સમર્પિત અને જનસેવા કરી નિવૃત થતા જન પ્રતિનિધિઓને મળવા અને તેમની સાથે વિચાર વિનિમય કરવાની તક મળી. તેમજ તેમની સેવા અને અનુભવોમાંથી પ્રેરણા મળી, જે પળો અત્‍યંત પ્રેરણાદાયી રહી. રાષ્‍ટ્રહિતમાં તેઓના યોગદાનને નમન કરી આગામી જીવનની હાર્દિક શુભકામના અર્પણ કરવાની તક મળી જે બદલ ધન્‍યતા અનુભવી હતી. તેમ રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ જણાવ્‍યું હતું.

(3:03 PM IST)