<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

વાયદા બજારમાં ચાંદી ૧૨,૦૦૦ અને સોનું ૫,૭૦૦થી વધુ ઉછળ્‍યું

વૈશ્વિક બજારમાં કિમતી ધાતુઓના ભાવમાં આવેલા જબરદસ્‍ત ઉછાળાની સીધી અસર ભારતીય વાયદા બજાર (MCX) પર જોવા મળી રહી છે

મુંબઈ,તા.૨૫: વૈશ્વિક બજારમાં કિમતી ધાતુઓના ભાવમાં આવેલા જબરદસ્‍ત ઉછાળાની સીધી અસર ભારતીય વાયદા બજાર (MCX) પર જોવા મળી રહી છે. આજે ટ્રેડિગ દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં પ્રચંડ તેજી જોવા મળી છે, જેના કારણે રોકાણકારોમાં ખુશીનો માહોલ છે.

 

ઉલ્‍લેખનીય છે કે ચાંદીમાં છેલ્‍લા કેટલાક દિવસોથી યુદ્ધને કારણે કડાકાની સ્‍થિતિ જોવા મળી રહી હતી પરંતુ આજે અચાનક જ મોટો ગેપ અપ ઉછાળો આવ્‍યો છે. બજાર ખુલતા જ ચાંદીના ભાવમાં આજે એકઝાટકે મોટો ઉછાળો નોંધાયો છે. જોકે આજે ચાંદી ઊંચામાં ૨૩૬૧૩૭ની સપાટીને સ્‍પર્શી હતી. જેના પરથી કહી શકાય કે ચાંદી લગભગ ૧૨૧૯૬ રૂપિયા મોંઘી થઈ હતી.

જૂનો બંધ ભાવ ૨,૨૩,૯૪૧.૦૦ આજનો ઓપન ભાવ ૨,૩૨,૮૯૮.૦૦

સમાચાર લખાય છે ત્‍યારે સ્‍થિતિઃ ચાંદી હાલમાં ૨,૩૪,૫૫૦.૦૦ પર ટ્રેડ થઈ રહી છે. એટલે કે, ચાંદીમાં અત્‍યાર સુધીમાં +10,609.00 (ૅ૪.૭૪%) નો વધારો જોવા મળી રહ્યો છે. દિવસ દરમિયાન ચાંદી ઊંચામાં ૨,૩૬,૧૩૭.૦૦ સુધી પહોંચી હતી, જે અગાઉના બંધ ભાવથી આશરે ૧૨,૧૯૬.૦૦ રૂપિયા જેટલી વધારે છે.

સોનાના ભાવમાં પણ આજે તેજીનો કરંટ જોવા મળ્‍યો છે. રોકાણકારોમાં ખુશીની લાગણી પર્વર્તી રહી છે. સોનામાં આજે પ્રતિ ૧૦ ગ્રામ લગભગ ૫૫૦૦થી વધુનો એકઝાટકે ઉછાળો આવ્‍યો હતો. જ્‍યારે સોનાએ આજે ૧૪૭૯૨૫ ની ટોચ બનાવી હતી. જેના પરથી કહી શકાય કે ચાંદી ગઈકાલની તુલનાએ આજે ૫૭૩૦ રૂપિયા વધુ મોંઘુ થયું હતું.

જૂનો બંધ ભાવ (Prev. Close): ૧,૪૨,૧૯૫.૦૦

આજનો ઓપન ભાવ (Open): ૧,૪૬,૪૬૦.૦૦

સમાચાર લખાય છે ત્‍યારે સ્‍થિતિઃ સોનું હાલમાં ૅ૫,૩૨૪.૦૦ (+3.74„) ના વધારા સાથે ૧,૪૭,૫૧૯.૦૦ પર ટ્રેડ થઈ રહ્યું છે. આજે સોનાએ ઊંચામાં ૧,૪૭,૯૨૫.૦૦ ની સપાટી વટાવી હતી, જે અગાઉના બંધ ભાવ કરતા આશરે ૫,૭૩૦.૦૦ રૂપિયા જેટલી વધુ છે.

તેજીનું મુખ્‍ય કારણઃ આંતરરાષ્ટ્રીય સ્‍તરે ભૌગોલિક-રાજકીય તણાવ (Geopolitical Tension) અને ડોલરના મૂલ્‍યમાં થતી વધઘટને કારણે રોકાણકારો સોના-ચાંદીને સુરક્ષિત રોકાણ માની રહ્યા છે, જેને કારણે બજારમાં આ પ્રચંડ તેજી જોવા મળી રહી છે

(3:35 PM IST)