News of Wednesday, 25th March 2026
બ્લેકરોકના એશિયા પેસિફિક ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ બેન પોવેલની ગંભીર ચેતવણી: ભારતીય શેરબજાર માટે વર્તમાન સમય બેવડા ફટકા સમાન, વિદેશી મૂડીરોકાણમાં ઘટાડો
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની નવી તેજીનો લાભ મેળવવામાં ભારત પાછળ ધકેલાયું: વૈશ્વિક રોકાણકારોનું ધ્યાન દક્ષિણ કોરિયા અને તાઇવાન તરફ કેન્દ્રિત થતાં ચિંતા વધી

નવી દિલ્હી: વિશ્વની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપનીઓ પૈકીની એક એવી બ્લેકરોકના એશિયા પેસિફિક ક્ષેત્રના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ બેન પોવેલે ભારતીય શેરબજારના ભવિષ્ય અંગે કેટલીક માળખાગત ચિંતાઓ વ્યક્ત કરી છે. આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સિયલ પ્લેટફોર્મ્સ અને બિઝનેસ ન્યૂઝ ચેનલો સાથેની વાતચીતમાં પોવેલે વર્તમાન તબક્કાને ભારતીય ઇક્વિટી માર્કેટ માટે 'ડબલ વ્હેમી' એટલે કે બેવડા ફટકા સમાન ગણાવ્યો છે.
તેમણે સ્પષ્ટ કર્યું છે કે વૈશ્વિક સ્તરે ટેકનોલોજીના નેતૃત્વમાં આવી રહેલા મોટા ફેરફારો અને ઊર્જા ક્ષેત્રના વધતા જોખમોને કારણે ભારતમાં આવતા વિદેશી મૂડીરોકાણ (કેપિટલ ઇનફ્લો) પર અત્યંત નકારાત્મક અસર પડી છે. હાલમાં આખી દુનિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ટેકનોલોજીની ભારે બોલબાલા છે અને રોકાણકારો આ ક્ષેત્રમાં અબજો ડોલર ઠાલવી રહ્યા છે.
પરંતુ કમનસીબે, વૈશ્વિક સ્તરે ભારતને એઆઇ સાયકલના આ વર્તમાન તબક્કાના મુખ્ય લાભાર્થી તરીકે જોવામાં આવતું નથી. આધુનિક હાર્ડવેર અને સેમીકન્ડક્ટરના ઉત્પાદનમાં અગ્રેસર હોવાને કારણે એઆઇ બૂમનો મહત્તમ આર્થિક લાભ અને વિદેશી ભંડોળ દક્ષિણ કોરિયા અને તાઇવાન જેવા દેશો તરફ ખેંચાઈ રહ્યું છે. આ વૈશ્વિક ટ્રેન્ડ લાંબા ગાળે ભારતીય બજારો માટે મોટો પડકાર બની શકે છે તેમ નિષ્ણાતો માને છે.*
(10:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
