<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

હવે સેટ ટોપ બોક્‍સ વિના દૂરદર્શનની ફ્રી ડિશ ચેનલો દર્શકો જોઈ શકશે

માહિતી અને પ્રસારણ મંત્રાલયે બિલ્‍ટ-ઇન સેટેલાઇટ ટ્‍યુનર્સ અને સ્‍માર્ટ ઇલેક્‍ટ્રોનિક પ્રોગ્રામ ગાઇડ (EPG) સાથે નવાં ટીવી રજૂ કર્યાં છે

નવી દિલ્‍હી,તા.૨૬: સરકારે ટીવી જોવાના અનુભવને સરળ બનાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે બિલ્‍ટ-ઇન સેટેલાઇટ ટ્‍યુનર્સ અને સ્‍માર્ટ ઇલેક્‍ટ્રોનિક પ્રોગ્રામ ગાઇડ (EPG) સાથે નવાં ટીવી રજૂ કર્યાં છે. આનો અર્થ એ છે કે દર્શકો હવે દૂરદર્શનની DD ફ્રી ડિશ ચેનલો સીધી તેમના ટીવી પર અલગ સેટ ટોપ બોક્‍સની જરૂર વગર જોઈ શકશે. આ નવી પહેલ ખર્ચ ઘટાડવા ઉપરાંત વાયરિગની ઝંઝટ અને બહુવિધ રિમોટનો ઉપયોગ કરવાની જરૂરિયાતને પણ દૂર કરશે.

આ નવી ટેક્રોલોજીમાં ટીવીમાં જ સંકલિત સેટેલાઇટ ટ્‍યુનરનો સમાવેશ થશે, જેનાથી એ ચેનલનાં સિગ્નલ પકડી શકશે. વધુમાં એમાં એક સરળ અને યુઝર-ફ્રેન્‍ડ્‍લી EPG છે જે યુઝર્સને ચેનલો અને તેમના પ્રોગ્રામ-શેડ્‍યુલને સરળતાથી બ્રાઉઝ કરવાની મંજૂરી આપશે. કેન્‍દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્‍ણવે આ પહેલ શરૂ કરતી વખતે કહ્યું હતું કે લોકોને હવે સામગ્રી જોવા માટે કોઈ વધારાનાં ઉપકરણોની જરૂર રહેશે નહીં, જેનાથી સમગ્ર અનુભવ પહેલાં કરતાં ઘણો સરળ બનશે.

આ પ્રસંગે સરકારે ડિજિટલ કૌશલ્‍યને પ્રોત્‍સાહન આપવા માટે બીજી એક મોટી પહેલ પણ શરૂ કરી હતી. આ નેશનલ આર્ટિફિશ્‍યલ ઇન્‍ટેલિજન્‍સ (AI) સ્‍કિલિગ ઇનિશિયેટિવ છે જે ગૂગલ અને યુટ્‍યુબના સહયોગથી શરૂ કરવામાં આવી છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ મીડિયા અને ક્રીએટિવ સેક્‍ટરના લોકોને AI જેવી નવી ટેક્રોલોજીના ઉપયોગની તાલીમ આપવાનો છે. આનાથી ભારતના ડિજિટલ અને મીડિયા ક્ષેત્રોને વધુ મજબૂતી મળશે. 

(10:01 AM IST)