<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

મા દારુ પીને પડી રહે છે, પિતાને બીજી મહિલા સાથે લફરૂ

મોનાલિસાએ પોતાના પરિવાર પર ગંભીર આરોપ લગાવ્‍યા

નવી દિલ્‍હી તા.૨૬: વાયરલ ગર્લ મોનાલિસાનું એક નિવેદન હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. પોતાના આ નિવેદનથી તેણે ખુલાસો કર્યો છે કે તેના પિતા બીજી મહિલા સાથે આડા સંબંધમાં હતા. એટલું જ નહીં તેનું કહેવું છે કે તેની મા પણ દારૂ પીને પડી રહેતી હતી. તેનું કહેવું છે કે સનોજ મિશ્રાએ તેને ખરાબ રીતે ટચ પણ કરી હતી.

મોનાલિસા હાલમાં પોતાના નિવેદનને લઈ ખૂબ ચર્ચામાં છે. તેનું કહેવું છે કે તે પોતાના ભાઈ-બહેનની જવાબદારી ખુદ ઉઠાવે છે. એટલું જ નહીં, તેણે એવો પણ ખુલાસો કર્યો કે તેના પરિવારના લોકો હવે જે પણ કંઈ કરી રહ્યા છે અથવા કહી રહ્યા છે, તે બધું ખોટું છે.

મોનાલિસાએ પોતાના વીડિયોમાં કહ્યું કે હાલમાં તેના પરિવારના લોકો જે કરી રહ્યા છે, તે બધું દેખાડો છે. તેઓ કહી રહ્યા છે કે અમે સુસાઈડ કરી રહ્યા છીએ. એવું કંઈ નથી કે દેખાડો કરી રહ્યા છીએ. તેમને તો ખાલી પૈસાથી મતલબ છે. મેં નાનપણથી પ્રેમ નથી જોયો. કેમ કે મારી માને દારૂ પીવો અને પપ્‍પાને તો બીજી મહિલા સાથે આડા સંબંધમાંથી નવરાશ મળે તો અમને ત્રણેય ભાઈ-બહેનોને જુએ. મેં એકલીએ તેમને મોટા કર્યા છે.

પોતાના આ વીડિયોમાં તેણે ફિલ્‍મમેકર સનોજ મિશ્રા પર પણ ગંભીર આરોપ લગાવ્‍યા. તેનું કહેવું છે કે ફિલ્‍મના શૂટિગ દરમિયાન સનોજ મિશ્રાએ તેને ખરાબ રીતે ટચ કરવાની કોશિશ કરી હતી. પણ જ્‍યારે આ વાત તેના પરિવારને જણાવી તો કોઈએ મારો સાથ આપ્‍યો નહીં. તેમનું કહેવું છે કે મને ડરાવવામાં આવી હતી અને જબરદસ્‍તી કામ કરાવવામાં આવતું હતું.

ધ ડાયરી ઓફ મણિપુરના ડાયરેક્‍ટર સનોજ મિશ્રાએ વીડિયો જાહેર કરી જણાવ્‍યું કે તેનો અને તેના પરિવારના જીવને જોખમ છે. કેમ કે ધર્માંતરણ વિરુદ્ધ અવાજ ઉઠાવવાના કારણે જેહાદી અને કેરળના ઈસાઈ મિશનરી તેમના વિરુદ્ધ કાવતરા કરવાના શરૂ કરી દીધા છે. તેમણે વીડિયો જાહેર કરી જણાવ્‍યું કે મોનાલિસાને મેં હંમેશા મારી બહેન અને દીકરીની જેમ રાખી અને મેં પહેલા જ સ્‍પષ્ટ કહી દીધું હતું કે તેને મારા વિરુદ્ધ કરવાની કોશિશો થઈ રહી છે. જે કંઈ મોનાલિસા બોલી રહી છે, તે તેના નહીં પણ જેહાદીના શબ્‍દો છે. જેને તેમણે બ્રેઈનવોશ કરી દીધું છે. આ ખાલી સનાતન ધર્મને બદનામ કરવા માટે નથી, અને લગ્નને ખુલ્‍લેઆમ પ્રમોટ કરી રહ્યા છે. જેનાથી આવા લગ્નો કરી શકાય

 

(10:09 AM IST)