News of Thursday, 26th March 2026
મહાદેવ એપ મામલામાં EDએ રૂ.૧,૭૦૦ કરોડની મિલકતો જપ્ત કરી

નવી દિલ્હી તા.૨૬: કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડી)એ મની લોન્ડરિગની તપાસના ભાગરૂપે ‘ગેરકાયદેસર' મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી એપના મુખ્ય પ્રમોટરો પૈકીના એક, સૌરભ ચંદ્રાકર સાથે સંકળાયેલી કંપનીઓની દુબઈમાં આવેલી આશરે રૂ.૧,૭૦૦ કરોડની નવી સ્થાવર મિલકતો જપ્ત કરી છે. આ કેસમાં છત્તીસગઢના વિવિધ વરિષ્ઠ રાજનેતાઓ અને અધિકારીઓ પણ સંડોવાયેલા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, છત્તીસગઢની રાજધાની રાયપુરમાં આવેલી ઈડીની પ્રાદેશિક કચેરીએ ‘પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિગ એક્ટ' હેઠળ અનેક વિલા અને મોંઘા મકાનો જપ્ત કરવાનો કામચલાઉ આદેશ જારી કર્યો છે. આ મિલકતોમાં દુબઈ સ્થિત વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફામાં આવેલી કેટલીક મિલકતોનો પણ સમાવેશ થાય છે. ભારત સરકાર મુખ્ય આરોપી ચંદ્રાકરના પ્રત્યાર્પણ માટે પ્રયત્નશીલ છે.
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
