News of Thursday, 26th March 2026
૧ એપ્રિલથી પેઇનકિલર્સથી લઈને તાવ સુધીની દવાઓ મોંઘી થશે
સામાન્ય માણસના ખિસ્સા પર બીજી અસર પડવાની છેઃ ૧ એપ્રિલ, ૨૦૨૬ થી પેરાસીટામોલ, એન્ટિબાયોટિક્સ અને અન્ય આવશ્યક દવાઓના ભાવમાં વધારો થશે : ભાવમાં વધારો ૧,૦૦૦થી વધુ આવશ્યક દવાઓ પર લાગુ થશેઃ સરકારે રાષ્ટ્રીય આવશ્યક દવાઓની યાદી (NLEM) માં સમાવિષ્ટ દવાઓ માટે આશરે ૦.૬%ના ભાવ વધારાને મંજૂરી આપી છે

નવી દિલ્હી,તા.૨૬: સામાન્ય માણસના ખિસ્સા પર બીજી અસર પડવાની છે. ૧ એપ્રિલ, ૨૦૨૬ થી પેરાસીટામોલ, એન્ટિબાયોટિક્સ અને અન્ય આવશ્યક દવાઓના ભાવમાં વધારો થશે. સરકારે રાષ્ટ્રીય આવશ્યક દવાઓની યાદી (NLEM) માં સમાવિષ્ટ દવાઓ માટે આશરે ૦.૬%ના ભાવ વધારાને મંજૂરી આપી છે. આ વધારો ૧,૦૦૦ થી વધુ આવશ્યક દવાઓ પર લાગુ થશે.
નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિગ ઓથોરિટી (NPPA) એ જણાવ્યું હતું કે, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ઉદ્યોગ અને આંતરિક વેપાર વિભાગના આર્થિક સલાહકાર કાર્યાલય દ્વારા પૂરા પાડવામાં આવેલા જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) ડેટાના આધારે, ૨૦૨૪ ના સમાન સમયગાળાની તુલનામાં ૨૦૨૫ દરમિયાન WPI માં વાર્ષિક ફેરફાર (+) ૦.૬૪૯૫૬% છે. સમાયોજિત કિમતો ૧,૦૦૦ થી વધુ NLEM દવાઓ પર લાગુ થશે.
સૂચિબદ્ધ (નિયંત્રિત) દવાઓ માટે વર્ષમાં એકવાર ભાવમાં ફેરફારની મંજૂરી છે. આવશ્યક દવાઓની સૂચિમાં પેરાસીટામોલ, બેક્ટેરિયલ ચેપની સારવાર માટે વપરાતી એન્ટિબાયોટિક એઝિથ્રોમાસીન, એનિમિયા દવાઓ, વિટામિન્સ અને ખનિજોનો સમાવેશ થાય છે. મધ્યમથી ગંભીર COVID-19 દર્દીઓની સારવાર માટે વપરાતી કેટલીક દવાઓ અને સ્ટેરોઇડ્સ પણ આ સૂચિમાં છે.
ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના અધિકારીના જણાવ્યા અનુસાર, આ સાધારણ વધારો એવા સમયે થયો છે જ્યારે ઈરાન યુદ્ધને કારણે વધતા ખર્ચે ઉદ્યોગના નફાના માર્જિનને ગંભીર અસર કરી છે.
પેરાસિટામોલમાં ૨૫% અને સિપ્રોફલોક્સાસીનમાં ૩૦% વધારો
ધ ઇકોનોમિક ટાઇમ્સે ઉદ્યોગ નિષ્ણાતોને ટાંકીને કહ્યું છે કે ચાલી રહેલા યુદ્ધથી કેટલાક મુખ્ય સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકો (API) અને સોલવન્ટ્સના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે, અને આ વધારાથી ભાગ્યે જ કોઈ રાહત મળશે.
ઉદાહરણ તરીકે, છેલ્લા કેટલાક અઠવાડિયામાં ખ્ભ્ત્ ના ભાવમાં સરેરાશ ૩૦-૩૫્રુ નો વધારો થયો છે. ઉદ્યોગ અધિકારીઓએ અહેવાલ આપ્યો છે કે ગ્લિસરીનના ભાવમાં ૬૪%નો વધારો થયો છે, જ્યારે પેરાસિટામોલના ભાવમાં ૨૫% અને સિપ્રોફલોક્સાસીનના ભાવમાં ૩૦%નો વધારો થયો છે. પોલીવિનાઇલ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ ફોઇલ જેવી પેકેજિગ સામગ્રીની કિમતમાં પણ ૪૦% નો વધારો થયો છે.
ફાર્મા લોબી જૂથના પ્રતિનિધિએ નામ ન આપવાની શરતે કહ્યું, ગ્લિસરિન, પ્રોપીલીન ગ્લાયકોલ અને સિરપ અને ટીપાં જેવી પ્રવાહી દવાઓમાં વપરાતા અન્ય સોલવન્ટ વધુ મોંઘા થઈ ગયા છે. મધ્યવર્તી પદાર્થોના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આ જોતાં, અમને આના કરતાં વધુ સારા વધારાની જરૂર છે, અને અમે NPPA સમક્ષ અમારો કેસ રજૂ કરીશું
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
