હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રશિયન ઓઈલ પરના અમેરિકી પ્રતિબંધોમાંથી મોટી રાહત :રોઝનેફટ સમર્થિત નાયરા એનર્જીને બમ્પર ફાયદોઃ સસ્તા ક્રૂડ ઓઈલનો પુરવઠો હવે સતત ચાલુ રહેશે
ગુજરાતના વાડીનાર ખાતે વાર્ષિક ૨૦ મિલિયન ટનની મહાકાય રિફાઇનરી ધરાવતી નાયરા એનર્જી માટે રાહતના સમાચારઃ ૭,૦૦૦ થી વધુ પેટ્રોલ પંપના નેટવર્કને મળશે મોટું પીઠબળ

રાજકોટઃ રશિયા અને યુક્રેન યુદ્ધ બાદ અમેરિકા અને પヘમિી દેશો દ્વારા રશિયન ક્રૂડ ઓઈલ પર લાદવામાં આવેલા કડક આર્થિક પ્રતિબંધોમાંથી અમુક પ્રકારની વ્યાપારી રાહતો મળતા ભારતીય ઓઈલ કંપનીઓને મોટો ફાયદો થઈ રહ્યો છે. ખાસ કરીને રશિયન સરકારી ઓઈલ કંપની રોઝનેફટ નું પીઠબળ ધરાવતી પ્રાઇવેટ ઓઈલ રિફાઇનિગ કંપની નાયરા એનર્જી ના વ્યવસાયમાં આ રાહતો બાદ મોટો ઉછાળો જોવા મળ્યો છે.
ડિજિટલ મીડિયા અને એનર્જી સેક્ટરના સત્તાવાર અહેવાલો મુજબ, અમેરિકી પ્રતિબંધો હળવા થવાથી નાયરા એનર્જીને હવે રશિયા પાસેથી ડિસ્કાઉન્ટ ભાવે ક્રૂડ ઓઈલની આયાત કરવાનું ચાલુ રાખવાની પરવાનગી મળી ગઈ છે. છેલ્લા બે વર્ષથી કંપની રશિયા પાસેથી સસ્તા ભાવે આવતા ઓઇલ બેરલનો મહત્તમ લાભ ઉઠાવી રહી છે, જેનાથી તેના પ્રોફિટ માર્જિનમાં નોંધપાત્ર વધારો થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નાયરા એનર્જી ગુજરાતના જામનગર નજીક વાડીનાર ખાતે વાર્ષિક ૨૦ મિલિયન ટનની ક્ષમતા ધરાવતી અત્યાધુનિક ઓઈલ રિફાઇનરીનું સંચાલન કરે છે. આ ઉપરાંત દેશભરમાં કંપનીનું ૭,૦૦૦ થી વધુ પેટ્રોલ અને ડીઝલ પંપનું વિશાળ રિટેલ નેટવર્ક ફેલાયેલું છે. રશિયન ઓઈલના આ સતત પુરવઠાથી કંપનીના આ સમગ્ર રિટેલ અને રિફાઇનિગ બિઝનેસને મોટી નાણાકીય મજબૂતી મળી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
