<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

બુલીયન માર્કેટમાં ફરી ગાબડા : ચાંદીમાં ૯૦૦૦ અને સોનામાં ૨૭૦૦ રૂ. તૂટયા

ચાંદી ૧ કિલોના ભાવ ઘટીને ર,૩ર,૦૦૦-સોનાના ભાવ ૧,૪૮,૩૦૦ રૂ. થયા

 

રાજકોટ, તા., ર૬: બુલીયન માર્કેટમાં બે દિ' તેજી બાદ ફરી ગાબડા જોવા મળ્યા હતા. મોડી રાત્રે ચાંદીમાં ૯,૦૦૦ અને સોનામાં ૩પ૦૦ રૂપીયાનો ઘટાડો થયો હતો.

બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં ૯,૦૦૦ રૂપીયાનું ગાબડુ પડયું હતું. ગઇકાલે ચાંદી (૧ કિલો)ના ભાવ ર,૪૧,૦૦૦ રૂ. હતા તે ઘટીને ર,૩ર,૦૦૦ રૂ. થઇ ગયા હતા. છેલ્લા બે દિવસમાં ચાંદીમાં ૩૦,૦૦૦ રૂ.નો વધારો થયા બાદ ગત મોડી રાત્રે  ચાંદીના ભાવમાં ફરી ગાબડુ પડયું હતું.

ચાંદીની સાથે સોનાના ભાવો પણ તૂટયા હતા. બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે સ્થાનીક બજારમાં સોનામાં ર૭૦૦ રૂ. ઘટયા હતા. ગઇકાલે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,પ૧,૦૦૦ રૂ હતા તે ઘટીને મોડી રાત્રે ૧,૪૮,૩૦૦ રૂ. થઇ ગયા છે. સોનાના બિસ્કીટમાં ર૭,૦૦૦ રૂ. નું ગાબડુ પડયું હતું. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧પ,૧૦,૦૦૦ રૂ. હતા તે ઘટીને ૧૪,૮૩,૦૦૦ રૂ. થયા હતા.

છેલ્લા બે દિવસમાં સોનામાં ૯,૦૦૦ રૂપીયાનો વધારો થયા બાદ મોડી રાત્રે ફરી સોનાના ભાવ તૂટયા હતા.

(2:43 PM IST)