<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

ઇચ્‍છામૃત્‍યુ બાદ હરીશ રાણાનાં અંગોથી ૬ જણને મળશે નવી જિંદગી

ડોક્‍ટરોના કહેવા મુજબ હરીશનાં બે ફેફસાં, બે કિડની અને બે કોર્નિયા દાન કરવામાં આવ્‍યાં છે

નવી દિલ્‍હી તા.૨૬: મંગળવારે ભારતના પહેલી વાર પેસિવ ઇચ્‍છામૃત્‍યુ પામનાર ગાઝિયાબાદના ૩૧ વર્ષના હરીશ રાણાના ગઈ કાલે દિલ્‍હીના ગ્રીન પાર્ક સ્‍મશાનઘાટમાં સવારે ૯.૪૦ વાગ્‍યે અંતિમ સંસ્‍કાર થયા હતા. તેના નાના ભાઈ આશિષે મુખાગ્નિ આપ્‍યો હતો. પિતા અશોક રાણાએ હરીશને આખરી પ્રણામ કરીને લોકોને વિનંતી કરી હતી કે ‘કોઈ રડશો નહીં. દીકરો શાંતિથી જાય એ માટે પ્રાર્થના કરીએ. દીકરો જ્‍યાં પણ નવો જન્‍મ લે ત્‍યાં તેને ભગવાનના આશીર્વાદ મળે.' દીકરાના મૃત્‍યુ બાદ તેનાં અંગોનું દાન કરવાનો નિર્ણય અશોક રાણાએ લીધો હતો. ડોક્‍ટરોના કહેવા મુજબ હરીશનાં બે ફેફસાં, બે કિડની અને બે કોર્નિયા દાન કરવામાં આવ્‍યાં છે. 

(2:58 PM IST)