<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

દક્ષિણ ભારતના પ્રખ્‍યાત અભિનેતા રાજેન્‍દ્રનનું નિધન

મુંબઇઃ દક્ષિણ ભારતના પીઢ અભિનેતા અને દિગ્‍દર્શક ઇ.એ. રાજેન્‍દ્રનનું ૭૧ વર્ષની વયે અવસાન થયું છે. તેમણે કોલ્લમના પટ્ટાથનમ ખાતેના તેમના નિવાસસ્‍થાને અંતિમ શ્વાસ લીધા. મનોરમા ઓનલાઈન અનુસાર ઇ.એ. રાજેન્‍દ્રન લાંબા સમયથી વય સંબંધિત બીમારીઓની સારવાર લઈ રહ્યા હતા. ત્રિશૂર જિલ્લાના ત્રિત્તલ્લુરના વતની, રાજેન્‍દ્રનના પરિવારમાં તેમની પત્‍ની સંધ્‍યા રાજેન્‍દ્રન છે. તેમના અંતિમ સંસ્‍કાર શુક્રવાર, ૨૭ માર્ચના રોજ તેમના વતન ત્રિત્તલ્લુરમાં થશે.

(3:03 PM IST)