<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

સાવધાન! હોટલનું ગરમાગરમ ભોજન અને કાળું પ્‍લાસ્‍ટિક બની શકે છે સ્‍લો પોઈઝન

ઈ-વેસ્‍ટમાંથી બનેલા આ કન્‍ટેનર લોહીમાં ભેળવી રહ્યા છે ઝેરી માઇક્રોપ્‍લાસ્‍ટિક રાજ્‍યસભામાં કાળા પ્‍લાસ્‍ટિકના વાસણો પર પ્રતિબંધનો મુદ્દો ઉઠયોઃ સાંસદ ઘનશ્‍યામ તિવારીની સરકારને કડક કાર્યવાહીની અપીલ

નવી દિલ્‍હી, તા.૨૬: આજના ભાગદોડભર્યા જીવનમાં હોટલ કે રેસ્‍ટોરન્‍ટમાંથી પાર્સલ મંગાવવું સામાન્‍ય બની ગયું છે, પરંતુ શું તમે કયારેય વિચાર્યું છે કે કાળા રંગના પ્‍લાસ્‍ટિક ડબ્‍બામાં આવતું ગરમાગરમ ભોજન તમારા સ્‍વાસ્‍થ્‍ય માટે કેટલું જોખમી છે? તાજેતરમાં રાજ્‍યસભામાં ભાજપના સાંસદ ઘનશ્‍યામ તિવારીએ આ ગંભીર મુદ્દો ઉઠાવતા જણાવ્‍યું હતું કે, બજારમાં વપરાતું મોટાભાગનું કાળું પ્‍લાસ્‍ટિક રિસાયકલ કરેલા ઇલેક્‍ટ્રોનિક કચરામાંથી બનાવવામાં આવે છે. જ્‍યારે આ કન્‍ટેનરમાં ગરમ ખોરાક ભરવામાં આવે છે, ત્‍યારે તેમાંથી માઇક્રોપ્‍લાસ્‍ટિકના અત્‍યંત સૂક્ષ્મ કણો ખોરાકમાં ભળે છે, જે સીધા જ માનવ શરીરમાં પ્રવેશીને લોહીના પ્રવાહમાં ભળી જાય છે અને કેન્‍સર જેવા જીવલેણ રોગોનું જોખમ વધારે છે.

સંસદમાં આ ચર્ચા દરમિયાન માત્ર પ્‍લાસ્‍ટિક જ નહીં, પરંતુ બદલાતી જીવનશૈલી સાથે જોડાયેલા અન્‍ય જોખમો પર પણ પ્રકાશ પાડવામાં આવ્‍યો હતો. જાણીતા સમાજસેવિકા અને નોમિનેટેડ સભ્‍ય સુધા મૂર્તિએ વજન ઘટાડવા માટે આડેધડ લેવામાં આવતી દવાઓની આડઅસરો વિશે ચિંતા વ્‍યક્‍ત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે સોશિયલ મીડિયાના પ્રભાવ હેઠળ યુવા પેઢી જાગળતિના અભાવે આવી દવાઓ તરફ વળી રહી છે, જે લાંબા ગાળે આંતરિક અંગોને નુકસાન પહોંચાડી શકે છે. આ સાથે જ સાંસદ કેશરીદેવ સિંહ ઝાલાએ પણ પ્‍લાસ્‍ટિક પ્રદૂષણના વધતા વ્‍યાપને રોકવા માટે દેશભરમાં કડક કાયદાઓ લાગુ કરવાની માંગણી કરી હતી.

આરોગ્‍ય અને પર્યાવરણ સિવાય રાજ્‍યસભામાં સામાજિક કલ્‍યાણના મુદ્દાઓ પણ ગાજ્‍યા હતા. સમાજવાદી પાર્ટીના રામજીલાલ સુમને ગ્રામીણ ભારતની આરોગ્‍ય વ્‍યવસ્‍થાની કરોડરજ્જુ સમાન આશા કાર્યકર્તાઓના વેતન અને તેમની સેવાઓને કાયમી કરવાની માંગ કરી હતી. બીજી તરફ, મધ્‍યપ્રદેશના ગ્‍વાલિયર અને ચંબલ વિસ્‍તારમાં રોજગારના અભાવે થતા સ્‍થળાંતર અને કળષિ સંકટ વિશે પણ ચર્ચા થઈ હતી. સાંસદોએ સરકારને વિનંતી કરી છે કે રેલ્‍વેના લાંબા સમયથી અટકેલા પ્રોજેક્‍ટ્‍સ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે અને અંગદાન જેવી બાબતોમાં જનજાગળતિ ફેલાવવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવે.

(3:34 PM IST)