News of Thursday, 26th March 2026
મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત :10 લોકોના મોત: 20થી વધુ લોકોને ગંભીર ઇજા
મુખ્યમંત્રી ડો. મોહન યાદવના 'હિતગ્રાહી સંમેલન'માંથી પરત ફરી રહેલી એક બસ અને ટ્રક વચ્ચે સામસામે જોરદાર ટક્કર : અકસ્માતના કારણે રોડ પર 4 થી 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો

મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાના મોહખેડ પોલીસ સ્ટેશન હેઠળ આવતા સેમરિયા હનુમાન મંદિર પાસે ગુરુવારે સાંજે એક ભયંકર માર્ગ અકસ્માતે ખુશીઓને માતમમાં ફેરવી દીધી હતી. મુખ્યમંત્રી ડો. મોહન યાદવના 'હિતગ્રાહી સંમેલન'માંથી પરત ફરી રહેલી એક બસ અને ટ્રક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે જ્યારે 20થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
આ અકસ્માત ગુરુવારે સાંજે લગભગ 6:30 વાગ્યે ઉમરાનાળા વિસ્તારમાં થયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બસ અનિયંત્રિત થઈને પલટી ગઈ હતી. ભંડારકુંડ કરેરની આ બસ અને ટ્રક વચ્ચે સીધી ટક્કર થઈ હતી, જેના કારણે મુસાફરો બસની અંદર જ ફસાઈ ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓ મુજબ અકસ્માત એટલો ભયાનક હતો કે એક મુસાફરનો હાથ કપાઈને અલગ થઈ ગયો હતો, જ્યારે ઘણા મુસાફરોના માથામાં ગંભીર ઈજાઓ થઈ છે.
ઘટનાની જાણ થતા જ 20થી વધુ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતને કારણે રોડ પર 4 થી 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને દૂર કરવા અને રાહત બચાવકાર્યમાં પોલીસ પ્રશાસન જોતરાયું હતું. છિંદવાડા SPએ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો, અને મૃત્યુઆંકની પુષ્ટિ કરતાં કહ્યું હતી કે મૃતકોમાં 6 પુરુષો, 3 મહિલાઓ અને 1 બાળકનો સમાવેશ થાય છે.
(9:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
