<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

પીએમ મોદીની મુલાકાત બાદ રાજ્યની 15 મહાનગર પાલિકાની ચૂંટણીની કરાશે જાહેરાત :એપ્રિલમાં જ આચાર સંહિતા થશે લાગુ

સંભવત પહેલી એપ્રિલે જાહેરાત અને 26મી એપ્રિલ આસપાસ મતદાન થઇ શકે : મનપા સાથે પંચાયતોની ચૂંટણી પણ યોજવા વિચારણા :એપ્રિલના અંતમાં જ આવશે પરિણામ

અમદાવાદ : ગુજરાતના 15 મહાનગર પાલિકાની ચૂંટણીની તમામ રાજકીય પક્ષો તૈયારીમાં લાગી ગયા છે , અને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાનું આયોજન ઘડાઈ રહ્યું છે, લોકોમાં પણ જબરી ઉત્સુકતા જાગી છે  આ દરમિયાન જાણવા મળ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગુજરાત મુલાકાત અબ્દ તુરત ચૂંટણી કાર્યક્રમ જાહેર થાય તેવી શકયતા છે, સંભવત આગામી પહેલી  એપ્રિલે રાજ્યના 15 મહાનગર પાલિકાની ચૂંટણીની જાહેરાત થાય તેવી શકાયતછે 

 આગામી પહેલી એપ્રિલ આસપાસ ચૌતનીની જાહેરાત થતા જ આચાર સંહિતા લાગુ થશે, પહેલી એપ્રિલ આસપાસ ચૂંટણીની જાહેરાત અને સંભવત 26 એપ્રિલ આસપાસ મતદાન થાય તેવી શકયતા છે બીજીતરફ મહાનગર પાલિકાની ચૂંટણીસાથે જ પંચાયતોની ચૂંટણી યોજવા પણ વિચારણા થતી હોવાનું જાણવા મળે છે 

ચર્ચાતી વિગતો મુજબ એપ્રિલમાં ચૂંટણીની જાહેરાત, એપ્રિલમાં જ મતદાન અને એપ્રિલમાં જ ચૂંટણી પરિણામ આવી જશે 

(10:21 PM IST)