News of Friday, 27th March 2026
ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહ અને પત્ની જ્યોતિ સિંહના છૂટાછેડાનો મામલો ગરમાયો: પત્ની જ્યોતિએ કોર્ટમાં કરી રૂપિયા દસ કરોડની અધધ જીવાઈની માંગ
હવે એક નહીં થાય પવન સિંહ અને જ્યોતિ: છૂટાછેડાના કેસમાં કોર્ટના અંતિમ ચુકાદા પર ચાહકોની નજર, ભરણપોષણની રકમ મુદ્દે ખેંચતાણ

ભોજપુરી ફિલ્મોના લોકપ્રિય સુપરસ્ટાર પવન સિંહ અને તેમની પત્ની જ્યોતિ સિંહ વચ્ચે ચાલી રહેલો પારિવારિક વિવાદ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. લાંબા સમયથી કોર્ટમાં ચાલી રહેલા વિખવાદ બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે આ બંને હવે ભવિષ્યમાં એકસાથે નહીં રહે. પારિવારિક કોર્ટમાં ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં જ્યોતિ સિંહે ભરણપોષણ (એલિમની) માટે આશરે ૧૦ કરોડ રૂપિયાની મોટી રકમની માંગણી કરી હોવાના અહેવાલો છે.
આ અગાઉ પવન સિંહ અને જ્યોતિના સંબંધોમાં સમાધાનના અનેક પ્રયાસો થયા હતા, પરંતુ તે નિષ્ફળ રહ્યા છે. બંને પક્ષો વચ્ચે સમાધાન ન થતાં કોર્ટની કાર્યવાહી આગળ વધી છે. હવે ફેમિલી કોર્ટ જ્યોતિની ૧૦ કરોડની માંગણી પર શું નિર્ણય લે છે અને છૂટાછેડાની સત્તાવાર મંજૂરી ક્યારે આપે છે તેના પર ભોજપુરી સિનેમાના ચાહકોની નજર ટકેલી છે.
(9:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
