<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

ભારતીય સેનાની તાકાતમાં થશે અધધ વધારો: આઠસો કિલોમીટરની મારક ક્ષમતા ધરાવતી અત્યાધુનિક બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલો ખરીદવાની મેગા તૈયારી

હાલમાં સાડા ચારસો કિલોમીટર રેન્જવાળી મિસાઇલો સેના પાસે મોજૂદ: બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ 'ઓપરેશન સિંદૂર'માં પણ આ મિસાઇલનો થયો હતો મહત્ત્વપૂર્ણ ઉપયોગ

ભારતીય સશસ્ત્ર દળો પોતાની સંરક્ષણ ક્ષમતાને વધુ મજબૂત અને અત્યાધુનિક બનાવવા જઈ રહ્યા છે. સંરક્ષણ મંત્રાલયના અહેવાલો મુજબ, ભારતીય સેના ટૂંક સમયમાં ૮૦૦ કિલોમીટરની અત્યંત લાંબી રેન્જ ધરાવતી નવી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલોની ખરીદી કરશે. આ ડીલથી સરહદ પર દુશ્મનોના કોઈપણ નાપાક ઇરાદાઓને દૂરથી જ સચોટ નિશાન બનાવીને નેસ્તનાબૂદ કરી શકાશે, જેનાથી દેશની સુરક્ષા વ્યવસ્થાને નવું બળ મળશે.
હાલમાં ભારતીય સેના પાસે ૪૫૦ કિલોમીટર સુધી નિશાન સાધી શકતી બ્રહ્મોસ મિસાઇલો પહેલેથી જ ઉપલબ્ધ છે, જેણે અનેક વખત પોતાની ક્ષમતા સાબિત કરી છે. નોંધનીય છે કે ભારતીય સેના દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ હાથ ધરવામાં આવેલા અત્યંત ગુપ્ત 'ઓપરેશન સિંદૂર'માં પણ આ ઘાતક મિસાઇલનો સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો હતો.

(10:24 PM IST)