News of Friday, 27th March 2026
ટેલિકોમ ગ્રાહકો માટે મોટા રાહતના સમાચાર: ટ્રાઈએ તમામ ઓપરેટરો માટે કસ્ટમ અને ૩૦ દિવસના પ્લાન ફરજિયાત બનાવ્યા
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની મોટી જાહેરાત: વન-ટાઇમ પ્લાન અને ૩૦ દિવસની વેલિડિટી ગ્રાહકોને પારદર્શિતા આપશે

ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (ટ્રાઈ) એ મોબાઇલ વપરાશકર્તાઓના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ માહિતી આપતા જણાવ્યું છે કે હવેથી તમામ ટેલિકોમ ઓપરેટરો માટે તેમના પ્લાન બુકેમાં ચોક્કસ પ્રકારના રિચાર્જ પ્લાન સામેલ કરવા ફરજિયાત બનશે.
નવા નિયમો અનુસાર, જિયો, એરટેલ અને વોડાફોન-આઇડિયા જેવી કંપનીઓએ દરેક કેટેગરીમાં એક 'વન-ટાઇમ પ્લાન', ગ્રાહકોની જરૂરિયાત મુજબનો 'કસ્ટમ પ્લાન' અને પૂરા ૩૦ દિવસની વેલિડિટી ધરાવતો એક પ્લાન આપવો જ પડશે. અગાઉ કંપનીઓ ૨૮ દિવસની વેલિડિટી આપીને ગ્રાહકો પાસે વર્ષમાં ૧૩ વખત રિચાર્જ કરાવતી હતી.
આ નિર્ણયથી ગ્રાહકોને પોતાની અનુકૂળતા મુજબ પ્લાન પસંદ કરવામાં વધુ સ્વતંત્રતા મળશે અને મહિનાના અંતે પડતી અગવડતામાંથી મુક્તિ મળશે. ટેલિકોમ મંત્રાલયના આ આદેશને કારણે દેશના કરોડો મોબાઈલ યુઝર્સને સીધો ફાયદો થશે
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
