News of Saturday, 28th March 2026
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનો વિપક્ષોને ખુલ્લો પડકાર: અમે ૨૦૨૯ની લોકસભા ચૂંટણીમાં પણ જીત સાથે સળંગ ચોથી વખત કેન્દ્રમાં સરકાર બનાવીશું
આગામી દાયકા સુધી ભાજપનું વર્ચસ્વ જાળવી રાખવાનો આ હુંકાર વિપક્ષી ગઠબંધન માટે પણ મોટો પડકાર બની રહેશે.

ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય ગણાતા અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે એક જાહેર મંચ પરથી વિપક્ષોને મોટો રાજકીય પડકાર ફેંક્યો છે. શુક્રવારે યોજાયેલી એક રાષ્ટ્રીય કક્ષાની સમિટમાં સંવાદ દરમિયાન અમિત શાહે અત્યંત આત્મવિશ્વાસ સાથે જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી આગામી ૨૦૨૯ની સામાન્ય લોકસભા ચૂંટણીમાં પણ પ્રચંડ બહુમતી સાથે ભવ્ય વિજય મેળવશે અને કેન્દ્રમાં સળંગ ચોથી વખત (ફોર્થ ટર્મ) પોતાની સરકાર બનાવશે.
કેન્દ્રીય ગૃહમંત્રીનું આ નિવેદન સ્પષ્ટ દર્શાવે છે કે ભાજપ નેતૃત્વ માત્ર વર્તમાન જ નહીં, પરંતુ ભવિષ્યની લાંબા ગાળાની રાજકીય રણનીતિ પર પણ સક્રિયપણે કામ કરી રહ્યું છે. દેશભરમાં ચાલી રહેલા વિકાસ કાર્યો અને સંગઠનની મજબૂતીના આધારે અમિત શાહે આ મોટો દાવો કર્યો છે.
આગામી દાયકા સુધી ભાજપનું વર્ચસ્વ જાળવી રાખવાનો આ હુંકાર વિપક્ષી ગઠબંધન માટે પણ મોટો પડકાર બની રહેશે. વડાપ્રધાનના નેતૃત્વમાં સરકારની નીતિઓની સફળતા અને જનતાના અતૂટ વિશ્વાસને ટાંકીને અમિત શાહે સ્પષ્ટ કરી દીધું છે કે ૨૦૨૯ની ચૂંટણીમાં પણ દેશની જનતા ફરી એકવાર તેમના પક્ષ પર જ કળશ ઢોળશે.
(12:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
