News of Saturday, 28th March 2026
હાર્દિક પંડયાએ ક્રિકેટ ગ્રાઉન્ડના સ્ટાફને ૧૦ લાખનો ચેક આપ્યો
હાર્દિક પંડયાએ વચન પૂર્ણ કર્યું

મુંબઈ,તા.૨૮: ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર, હાર્દિક પંડ્યા ક્રિકેટ સાથે તેના અંગત જીવન અને લાઇફસ્ટાઇલ માટે પણ વારંવાર ચર્ચામાં રહે છે. ટી૨૦ વર્લ્ડ કપમાં જીત પછી ક્રિકેટર્ન પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત થવું જોઈએ ત્યારે મેદાન પર તેની ગર્લફ્રેન્ડ સાથેની તેની હાજરી સોશિયલ મીડિયા પર ચર્ચાનો મુખ્ય વિષય બની ગઈ. આ સમયગાળા દરમિયાન, કપલની તસવીરો અને વીડિયો વાયરલ થયા, અને હાર્દિકને કેટલીક ટીકાઓનો સામનો પણ કરવો પડ્યો. આમ છતાં, હાર્દિક પંડ્યા પોતાની શરતો પર જીવન જીવવાનું શરૂ જ રાખે છે. તે મોંઘી ઘડિયાળો અને મોંઘી કાર જેવી લક્ઝરી વસ્તુઓ પ્રત્યેના તેના શોખ માટે પણ વારંવાર હેડલાઇન્સમાં રહે છે. તેમ જ હવે IPL ૨૦૨૬ પહેલા ગ્રાઉન્ડ સ્ટાફને હાર્દિકે નાણાકીય સહાય આપી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
IPL ૨૦૨૬ સીઝન શરૂ થાય તે પહેલાં, મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં કાર્યરત મુંબઈ ક્રિકેટ એસોસિએશનના ગ્રાઉન્ડ સ્ટાફના ૧૦ થી ૧૧ સભ્યોને રૂ. ૧૦ લાખનો ચેક આપ્યો હોવાના સમાચાર છે. અહેવાલો અનુસાર, હાર્દિક પંડ્યાએ આ રકમ ગ્રાઉન્ડ સ્ટાફના તે ચોક્કસ સભ્યોને આપી હતી જેમણે ટી૨૦ વર્લ્ડ કપ પહેલા તેની તૈયારીઓ દરમિયાન તેને મદદ કરી હતી. તે સમયે, હાર્દિક વાનખેડે સ્ટેડિયમમાં ટ્રેનિગ લઈ રહ્યો હતો અને ઘણીવાર મોડી રાત્રે પ્રેક્ટિસ સેશન માટે પહોંચતો હતો. પરિણામે, ગ્રાઉન્ડ સ્ટાફના સભ્યોને લાંબા સમય સુધી સ્ટેડિયમમાં જ રહેવાની ફરજ પડી હતી. તેમ છતાં, તેઓએ હાર્દિકની તૈયારીઓમાં કોઈ મુશ્કેલી ન આવે તે સુનિヘતિ કરવામાં કોઈ કસર છોડી ન હતી.
હાર્દિક પંડ્યાએ તે સમયે ગ્રાઉન્ડ સ્ટાફને વચન આપ્યું હતું કે તે પરત ફર્યા પછી તેમને ઈનામ આપશે. IPL પહેલા યોજાયેલા પ્રેક્ટિસ સત્ર પછી, તેણે પોતાના વચન પ્રમાણે, બધા સંબંધિત સ્ટાફ સભ્યોને રૂ. ૧૦ લાખના ચેક આપીને તે વચન પાળ્યું હતું. આ વાતચીત દરમિયાન, બધા સ્ટાફ સભ્યોએ હાર્દિક સાથે તસવીરો પણ ક્લિક કરી. હાર્દિકની આ વિચારશીલ પહેલની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વ્યાપક ચર્ચા થઈ છે, અને લોકો તેના આ પગલા માટે તેમની પ્રશંસા કરી રહ્યા છે.
મુંબઈ ઇન્ડિયન્સની ટીમ આ વર્ષે IPL ટ્રોફીના પાંચ વર્ષના દુકાળને સમાપ્ત કરવા મેદાનમાં ઊતરશે. રોહિત શર્મા પાસેથી કેપ્ટન્સી લીધા બાદ હાર્દિક પંડ્યાએ ૨૦૨૪માં ટીમને ૧૦મા ક્રમે અને ૨૦૨૫માં ક્વોલિફાયર-ટૂ સુધી પહોંચાડી હતી. લીડર તરીકે હાર્દિક પંડ્યા ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા અને વર્લ્ડ કપ ચેમ્પિયન કેપ્ટન સૂર્યકુમાર યાદવના સમર્થન સાથે છઠ્ઠી વખત મુંબઈને ટાઇટલ અપાવવા એડીચોટીનું જોર લગાવશે. આ ટીમ પાસે ખરાબ શરૂઆત છતાં ટુર્નામેન્ટમાં શાનદાર કમબેક કરવાની ક્ષમતા છે.
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
