તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Saturday, 28th March 2026
ટ્રમ્પની હત્યાનું કાવતરું ? રૂપિયા ૨૨૫ કરોડના ઈનામની જાહેરાત
ઈરાનમાં શરૂ થયું ‘કિલ ટ્રમ્પ' અભિયાન

તહેરાન તા.૨૮: ઈરાનના સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારી ઝુંબેશ ઝડપથી ફેલાઈ રહી હોવાના અહેવાલ આવ્યા છે. ઘણા ઈરાની નાગરિકોને મોબાઇલ પર સામૂહિક સંદેશ મળી રહ્યા છે, જેમાં લખ્યું છે કે એક આંતરરાષ્ટ્રીય ઝુંબેશ હેઠળ ટ્રમ્પની હત્યા કરનારને રૂપિયા ૨૨૫ કરોડ જેટલું મોટું ઇનામ આપવામાં આવશે. ટ્રમ્પની હત્યા માટે નાણાં ભેગા કરવા નાગરિકોને ડોનેશન આપવાની અપીલ કરવામાં આવી રહી છે. આ ઝુંબેશ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીની હત્યા પછી શરૂ થઈ હોવાનું કહેવાય છે.
ઈરાનની લોકપ્રિય એપ રુબિકા પર કિલ ટ્રમ્પ નામની ચેનલ ચાલે છે, જેના ૨.૩ લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. આ ચેનલમાં ટ્રમ્પની તસવીર પર લાલ લેસર ડોટ દર્શાવવામાં આવ્યો છે. બીજી એપ ‘બેલ' પર પણ આવી જ એક ચેનલ છે જેમાં ૨,૦૦૦ જેટલા સભ્યો છે. બંને ચેનલો આ ઝુંબેશને સમર્થન આપી રહી છે. આ ઝુંબેશ ઈરાન યુદ્ધ શરૂ થાય તે પહેલાં જ ફેબ્રુઆરી ૨૦૨૬માં શરૂ થઈ ગઈ હતી.
આ ઝુંબેશ હેઠળ ટ્રમ્પના હત્યારાને આપવા માટે મોટી રકમ એકઠી કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. તેહરાનની એક સ્વતંત્ર વેબસાઇટ ‘ડિડબાન ઈરાન' અનુસાર આ ઝુંબેશમાં લગભગ ૨,૯૦,૦૦૦ લોકોએ સમર્થન આપ્યું છે. હત્યારાને કુલ ઼૨૫ મિલિયન (અંદાજે રૂ. ૨૨૫ કરોડ) જેટલી રકમ આપવાની જાહેરાત કરાઈ છે. જોકે, આ રકમ હજુ એકત્ર થઈ નથી, માત્ર વચન જ આપવામાં આવ્યું છે.
૨૦૨૫માં જેરુસલેમ પોસ્ટે અહેવાલ આપ્યો હતો કે ઈરાની સરકારી મીડિયાના એક ભૂતપૂર્વ કર્મચારી સાથે જોડાયેલા જૂથ ‘બ્લડ કોવેનન્ટ'એ ટ્રમ્પની હત્યા માટે ઼૪૦ મિલિયન (રૂ. ૩૬૦ કરોડ) એકઠા કર્યા હતા. આ જૂથે અનેક મુલ્લાઓના ફતવા પછી આ ઝુંબેશ શરૂ કરી હતી.
જ્યારે ટ્રમ્પ વહીવટીતંત્રે ઈરાનની ત્રણ પરમાણુ સુવિધાઓ પર હુમલો કર્યો ત્યારે મુલ્લાઓએ ટ્રમ્પને ‘અલ્લાહના દુશ્મન' ગણાવ્યા હતા. પヘમિ અઝરબૈજાન પ્રાંતના એક મુલ્લા અઝેરીએ ટ્રમ્પની હત્યા માટે ૧૦૦ અબજ તોમાન (લગભગ ડોલર ૧.૧૪ મિલિયન અથવા રૂ. ૯.૬ કરોડ)નું ઇનામ જાહેર કર્યું હતું. તેમણે કહ્યું હતું, ‘ટ્રમ્પનું માથું લાવનારને ૧૦૦ અબજ તોમાન આપીશું'.
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને કહ્યું છે કે તેમને Kill Trump જેવા કોઈ ફતવા કે હુકમની જાણ નથી. તેમણે ટ્રમ્પની હત્યા માટેની ઝુંબેશને ઈરાની સરકાર અથવા ખામેનેઈ સાથે જોડવાનો ઇનકાર કર્યો હતો.
આવા કાવતરાં એ વાત તરફ ઈશારો કરે છે કે ટ્રમ્પની હત્યાના પ્રયાસો ફક્ત ઈરાન સુધી સીમિત નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ થઈ રહ્યા છે. ટ્રમ્પની હત્યા માટેની ઝુંબેશ આગામી દિવસોમાં વાસ્તવિક ખતરો બની શકે છે કે ફક્ત પ્રચાર પૂરતી રહેશેએ જોવું રસપ્રદ રહેશે.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
