News of Saturday, 28th March 2026
નરેન્દ્રભાઈ આવતીકાલે રવિવારે ૨૯ માર્ચના રોજ સવારે ૧૧ વાગ્યે દેશવાસીઓ સાથે કરશે ૧૩૨મી 'મન કી બાત
લોકસભા અને દેશના વર્તમાન મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા: દૂરદર્શન અને ઓલ ઈન્ડિયા રેડિયોના તમામ નેટવર્ક પર વડાપ્રધાનના સંબોધનનું જીવંત પ્રસારણ કરાશે

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના લોકપ્રિય અને નિયમિત રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' ના માધ્યમથી ફરી એકવાર દેશના નાગરિકો સાથે સીધો સંવાદ સાધવા જઈ રહ્યા છે. આગામી રવિવારે, એટલે કે ૨૯ માર્ચ ૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે વડાપ્રધાન મોદી 'મન કી બાત' ની ૧૩૨મી કડી (એપિસોડ) રજૂ કરશે. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ આકાશવાણી (ઓલ ઈન્ડિયા રેડિયો) અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક પર કરવામાં આવશે. આ ઉપરાંત, પ્રસાર ભારતીની ન્યૂઝ ચેનલો, નરેન્દ્ર મોદી એપ (NaMo App), પીએમઓ ઈન્ડિયા અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની સત્તાવાર યુટ્યુબ ચેનલો પર પણ તેનું લાઈવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ રહેશે. ૧૩૨મા એપિસોડમાં વડાપ્રધાન મોદી દેશના યુવાનોની સિદ્ધિઓ, મહિલા સશક્તિકરણ, આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ થઈ રહેલા નવીન કાર્યો અને આગામી સમયના રાષ્ટ્રીય લક્ષ્યો વિશે ચર્ચા કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. આ સાથે જ તેઓ સામાન્ય નાગરિકો દ્વારા નમો એપ અને માય ગવર્નમેન્ટ (MyGov) પોર્ટલ પર મોકલવામાં આવેલા પ્રેરણાદાયી વિચારો અને સૂચનો પણ દેશવાસીઓ સમક્ષ રજૂ કરશે.
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
