લગ્નના ૨૦ દિ' પહેલા આરતીનો આપઘાત 2:40 PM
ભારતની ઊર્જા સુરક્ષા 'અડીખમ': હોર્મુઝની ખાડીમાં યુદ્ધની જ્વાળાઓ વચ્ચે 94,000 ટન LPG સાથે બે જહાજો ભારત ભણી!
ઈરાન-અમેરિકા સંઘર્ષ વચ્ચે ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજો 'સ્ટેન્ડબાય' મોડ પર: BW TYR અને BW ELM જહાજો સુરક્ષિત રીતે ખતરનાક દરિયાઈ માર્ગ પાર કરી મુંબઈ અને મેંગલોર બંદરે પહોંચશે: સરકારની 24 કલાક બાજ નજર

પશ્ચિમ એશિયામાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે વધતા જતા તણાવને કારણે વૈશ્વિક તેલ અને ગેસના પુરવઠા પર જોખમ તોળાઈ રહ્યું છે, પરંતુ ભારત માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. વિશ્વના સૌથી સંવેદનશીલ દરિયાઈ માર્ગ 'હોર્મુઝ સ્ટ્રેટ' માંથી ભારત માટે 94,000 મેટ્રિક ટન LPG લઈને આવતા બે વિશાળ જહાજો, BW TYR અને BW ELM, સુરક્ષિત રીતે પસાર થઈ ગયા છે. આ જહાજો હવે ભારતીય દરિયાઈ સીમા તરફ આગળ વધી રહ્યા છે, જે દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની રાજદ્વારી તાકાત અને નૌકાદળની સતર્કતાને કારણે દેશનો ઉર્જા પુરવઠો અવિરત જળવાઈ રહ્યો છે.
ભારત સરકાર આ મામલે અત્યંત ગંભીર છે અને DG શિપિંગનો કંટ્રોલ રૂમ રવિવાર હોવા છતાં 24x7 કાર્યરત છે. અત્યાર સુધીમાં આ કંટ્રોલ રૂમે અંદાજે 4,500 થી વધુ કોલ્સ અને 9,000 જેટલા ઈમેઈલ્સનું સંચાલન કરીને દરિયામાં ફસાયેલા ભારતીય નાવિકો અને જહાજોને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. એટલું જ નહીં, સરકારે અત્યાર સુધીમાં 942 થી વધુ ભારતીય ખલાસીઓને યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી સુરક્ષિત રીતે સ્વદેશ પરત લાવવામાં સફળતા મેળવી છે. ગુજરાતના જામનગરમાં પણ તાજેતરમાં 47,000 મેટ્રિક ટન LPG નું શિપમેન્ટ પહોંચ્યું છે, જે સાબિત કરે છે કે ગમે તેવી કટોકટીમાં પણ દેશમાં ઈંધણની કોઈ અછત સર્જાવા દેવામાં આવશે નહીં.
પશ્ચિમ એશિયાની બગડતી સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય નૌકાદળના શક્તિશાળી યુદ્ધ જહાજોને અરબી સમુદ્ર અને ખાડી વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા મુક્ત અને સુરક્ષિત પરિવહન એ ભારતની પ્રાથમિકતા છે. બંદરો અને શિપિંગ મંત્રાલયના વિશેષ સચિવ રાજેશ કુમાર સિંહાએ ખાતરી આપી છે કે સરકાર તમામ હિસ્સેદારો સાથે સતત સંપર્કમાં છે. જે રીતે 'એમટી જગ વસંત' જેવી શિપ-ટુ-શિપ ઓપરેશન્સ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી રહી છે, તે જોતા સામાન્ય જનતાએ પેટ્રોલ, ડીઝલ કે ગેસની અછત અંગે ગભરાવાની જરૂર નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
