<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

ઈરાનમાં લશ્કરી કાર્યવાહીની તૈયારી: અણુ બોમ્બ જણાવવા જરૂરી એવા ૧૦૦૦ પાઉન્ડ યુરેનિયમ હડપ કરી લેવા અમેરિકાની ગુપ્ત યોજના

ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાને અમેરિકાને "ખંડણી" અથવા "ટ્રિબ્યુટ" તરીકે ૨૦ ઓઈલ ટેન્કરો અર્પણ કર્યા છે, જે આજે સોમવારે સવારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થશે

 

 

વોલ સ્ટ્રીટ જર્નલના એક અત્યંત ચોંકાવનારા સત્તાવાર અહેવાલ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનોએ ઈરાન અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં ભારે ગરમાવો લાવી દીધો છે. 

 

એરફોર્સ વન પરથી રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાને અમેરિકાને "ખંડણી" અથવા "ટ્રિબ્યુટ" તરીકે ૨૦ ઓઈલ ટેન્કરો અર્પણ કર્યા છે, જે આજે સોમવારે સવારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થવાના છે. 

 

ઈરાન સાથેની વાટાઘાટો અંગે ટ્રમ્પે નિખાલસતાથી કહ્યું કે, "અમે વાટાઘાટોમાં ખૂબ જ સારું કામ કરી રહ્યા છીએ, પરંતુ ઈરાન સાથે ક્યારેય કંઈ નક્કી હોતું નથી. અમે તેમની સાથે વાટાઘાટો કરીએ છીએ અને પછી હંમેશા અમારે તેમને ઉડાવી દેવા પડે છે." 

 

તેમણે એમ પણ ઉમેર્યું કે ઈરાનમાં પહેલેથી જ બે વાર "શાસન પરિવર્તન" થઈ ચૂક્યા છે અને અગાઉના બંને શાસકો માર્યા ગયા છે, જ્યારે ત્રીજું શાસન ખૂબ જ "વ્યાજબી" રહ્યું છે. 

 

બીજી તરફ, વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલો મુજબ, રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઈરાનના બે અલગ-અલગ સ્થળોએથી લગભગ ૧૦૦૦ પાઉન્ડ અત્યંત સમૃદ્ધ યુરેનિયમ જપ્ત કરવા માટે એક અત્યંત જોખમી અને જટિલ લશ્કરી ઓપરેશન શરૂ કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. 

 

આ મિશન પાર પાડવા માટે સેંકડો અમેરિકન સૈનિકોને ઘણા દિવસો સુધી ઈરાનની જમીન પર ઉતરવું પડી શકે છે, જે ભવિષ્યમાં મોટા યુધ્ધના એંધાણ આપે છે. 

(9:43 AM IST)