<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

મરી ગયેલી માને જીવતી બતાવીને ૭ વર્ષ સુધીમાં ૪૪ લાખ રૂપિયા પેન્‍શન લેતો રહ્યો દીકરો

મેરઠ,તા.૩૦: ઉત્તર પ્રદેશના મેરઠમાં એક માણસે પોતાની મરી ગયેલી મમ્‍મીને જીવતી બતાવી હતી. એ પણ પેપર પર. એનું કારણ એ હતું કે માના નામે પેન્‍શન આવતું હતું એ આ ભાઈ ગુમાવવા નહોતા માગતા. ૭ વર્ષ સુધી તેઓ આ ગોલમાલ કરવામાં સફળ રહ્યા અને કુલ ૪૪ લાખ રૂપિયાનું પેન્‍શન મેળવી લીધું. શાંતિદેવીનું મૃત્‍યુ ૨૦૧૮માં થયું હતું, પરંતુ દીકરા પ્રેમ સિહે પેન્‍શનની લાલચમાં તેના મોતની જાણકારી છુપાવી હતી. જ્‍યારે બેન્‍કમાં પેન્‍શન ખાતામાં ડોક્‍યુમેન્‍ટ્‍સ અપડેટ કરવાના આવ્‍યા ત્‍યારે પ્રેમ સિહે નકલી દસ્‍તાવેજો રજૂ કરીને બેન્‍કને ગુમરાહ કરી. માના અકાઉન્‍ટમાં આવેલી પેન્‍શનની રકમને તેણે ATM અને ઑનલાઇન પેમેન્‍ટના માધ્‍યમથી સમયાંતરે કાઢી હતી. ગયા વર્ષે ફરીથી અકાઉન્‍ટને અપડેટ કરવાના દસ્‍તાવેજો રજૂ કરવાની નોટિસ બેન્‍ક દ્વારા આપવામાં આવી હતી, પણ પ્રેમ સિહે એ જમા કરાવ્‍યા ન હોવાથી તપાસ આગળ વધી હતી જેમાં ખબર પડી કે શાંતિદેવી મૃત્‍યુ પામ્‍યાં છે. એ પછી પ્રેમ સિહ વિરુદ્ધ ફ્રોડનો કેસ નોંધવામાં આવ્‍યો હતો

(10:04 AM IST)