<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

મહિલા ખેતરમાં કામ કરી રહી હતી અને ખાતામાં આવ્‍યા ૯,૯૯,૨૯,૫૮૬ રૂપિયા

મૈનપુરી,તા.૩૦: ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્‍લાના દેવગંજ ગામમાં એક મહિલાના ખાતામાં માંડ ૪૫,૦૦૦ રૂપિયાનું બેલેન્‍સ હતું. તે ખેતરમાં પતિ સાથે કામ કરી રહી હતી અને તેને એક મેસેજ આવ્‍યો કે તેના ખાતામાં રૂપિયા જમા થયા છે. આ રૂપિયાની રકમ જોઈને મહિલા અને તેનો પતિ આભા થઈ ગયાં. રકમ હતી ૯ કરોડ ૯૯ લાખ ૪૯ હજાર ૫૮૬ રૂપિયા. ખાતામાં ઑલરેડી ૪૫,૦૦૦ રૂપિયા હતા એટલે અચાનક જ તેના ખાતામાં ૧૦ કરોડ રૂપિયાનું બેલેન્‍સ આવી ગયું. જોકે આટલાબધા રૂપિયા જોયા પછીયે મહિલાનું મન જરાય ચળ્‍યું નહીં. તેણે એક પણ રૂપિયો કાઢ્‍યા વિના તરત જ આ વાતની જાણ પોતાની બેન્‍કને કરી હતી. મોબાઇલ પર જે બેલેન્‍સ જમા થયું એનો વિડિયો બનાવીને તેણે સોશ્‍યલ મીડિયામાં મૂક્‍યો હતો.

(10:04 AM IST)