<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

યુદ્ધને લીધે MSME યુનિટોમાં કાચા માલ મજૂરોની અછતની સમસ્‍યા

મેન્‍યુફેક્‍ચરિંગ યુનિટ્‍સનું ઉત્‍પાદન લગભગ ૫૦ ટકા ઘટી ગયું

નવી દિલ્‍હી,તા.૩૦: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે મેન્‍યુફેક્‍ચરિગ ક્ષેત્ર પર દેખાવા લાગી છે. કાચા માલની કિમતોમાં ભારે વધારો અને મજૂરોની અછતને કારણે પ્‍લ્‍પ્‍ચ્‍ મેન્‍યુફેક્‍ચરિગ યુનિટ્‍સનું ઉત્‍પાદન લગભગ ૫૦ ટકા ઘટી ગયું છે. પ્‍લ્‍પ્‍ચ્‍ ઉદ્યોગોએ કાચા માલના ભાવ કાબૂમાં રાખવા માટે સરકાર પાસે GST ઘટાડવા અને જથ્‍થાબંધ સંગ્રહ (જમાખોરી) રોકવાની માગ કરી છે. પヘમિ એશિયાનું યુદ્ધ લાંબા સમય સુધી ચાલતા પ્‍લ્‍પ્‍ચ્‍ ઉદ્યોગોની સ્‍થિતિ ગંભીર બની રહી છે.

યુદ્ધને કારણે એલ્‍યુમિનિયમ, કોપર અને PVC જેવા કાચા માલના ભાવમાં વધારો થયો છે. છેલ્‍લા બે મહિનામાં એલોય એલ્‍યુમિનિયમના ભાવમાં આશરે ૩૦ ટકા વધારો થયો છે. એલોય એલ્‍યુમિનિયમનો ભાવ ૨૪૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધીને ૩૧૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે. એલોય એલ્‍યુમિનિયમનો મોટો ભાગ યુરોપ અને અમેરિકા પરથી આયાત થાય છે. પ્‍લ્‍પ્‍ચ્‍ યુનિટ્‍સની ઉત્‍પાદન ક્ષમતા પ્રતિ દિવસ ૧૦૦ ટનથી ઘટીને ૫૬ ટન રહી ગઈ છે.

MSME ઉદ્યોગો કોપર અને PVC જેવા કાચા માલની અછતનો સામનો કરી રહ્યા છે. કોપરના ભાવમાં લગભગ ૪૦ ટકા અને ભ્‍સ્‍ઘ્‍ના ભાવમાં લગભગ ૮૦ ટકા વધારો થયો છે. કોપરનો ભાવ ૮૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધીને ૧૪૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે. PVC કમ્‍પાઉન્‍ડનો ભાવ ૧૧૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધીને ૨૧૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે. આ સામગ્રીમાંથી ઓડિયો કેબલ બનાવવામાં આવે છે, જે ઇલેક્‍ટ્રિકલ અને ઇલેક્‍ટ્રોનિક્‍સ ઉત્‍પાદનોમાં ઉપયોગ થાય છે.

LPGની અછતને કારણે મજૂરો ગામડાઓ તરફ પાછા જઈ રહ્યા છે. નોઈડામાં લગભગ ૮૫૦૦થી વધુ MSME મેન્‍યુફેક્‍ચરિગ યુનિટ્‍સ કાર્યરત છે. MSME ઉદ્યોગોએ કાચા માલ પર લાગતા ૧૮ ટકા GST ઘટાડવાની માગ કરી છે.

યુદ્ધની અસર ગુજરાતના ઉદ્યોગ ક્ષેત્ર પર પણ પડી છે. રાજ્‍યના ઉદ્યોગકારોએ સરકાર સમક્ષ અનેક માગ અને સૂચનો રજૂ કર્યાં છે. ઉદ્યોગોને મતે યુદ્ધને કારણે તેમને આર્થિક નુકસાન થઈ રહ્યું છે, તેથી લોજાિસ્‍ટિક્‍સ અને શિપિગમાં રાહત આપવી જરૂરી છે. કન્‍ટેનરના ભાડા વધી ગયા છે અને તેની ઉપલબ્‍ધતા ઘટી છે. આ સમસ્‍યાનો સામનો કરવા પ્‍લ્‍પ્‍ચ્‍ અને નાના નિકાસકારો રાહત પેકેજ માગે છે.

(11:43 AM IST)