<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

મોડલને પણ ટક્કર આપે તેવા છે નેપાળના યુવા પીએમ બાલેન શાહની પત્‍ની

કાઠમંડુ તા.૩૦: બલેન્‍દ્ર શાહ નેપાળના નવા અને સૌથી યુવાન પ્રધાનમંત્રી બની ચૂક્‍યા છે. નેપાળમાં યુવાનોના અવાજની ઓળખ બનનારા બલેન્‍દ્ર શાહે ૨૭ માર્ચ ૨૦૨૬ના રોજ પીએમ પદના શપથ લીધા. આ દરમિયાન તેમની સુંદર પત્‍ની સબીના કાફલે પણ ખૂબ જ ચર્ચામાં છે. આમ તો સબીના પ્રોફેશનથી કવયિત્રી છે, પણ દેખાવે કોઈ મોડલથી કમ નથી. વિશ્વાસ ન આવતો હોય તો અહીં આપેલી તસવીર જોઈ લો.

 ભારતના પાડોશી દેશ નેપાળને હવે એક નવા અને સૌથી યુવાન પ્રધાનમંત્રી મળ્‍યા છે. આ મોટા સમાચારની વચ્‍ચે તેમની વાઈફની ખૂબ ચર્ચા થઈ રહી છે. સબીના કાફલે જે શબ્‍દોની સુંદરતાની આગળ નેપાળ પીએમ બલેન્‍દ્ર શાહ પોતાનું દિલ હારી ચૂક્‍યા હતા. આજે ઈન્‍ટરનેટની સેન્‍સેશન બની ગયા છે. કારણ છે ગ્‍લેમર લુક. આ ફોટોમાં સબીનાએ ઓફ સોલ્‍ડર બ્‍લડ રેડ કલરનું ગાઉન પહેર્યું છે. ચોકર નેકલેસ અને મિનિમલ મેકઅપ, હાઈ પોનીટેલ સાથે આ લુકને કમ્‍પ્‍લીટ કર્યો છે. પણ આ લુકમાં અસલી જાન તો તેમના કોન્‍ફિડન્‍સથી આવે છે. જે મોટા પ્રોફેશનલ મોડલ્‍સના હાવભાવમાં દેખાય છે. પણ જણાવી દઈએ કે, સબીના કાફલે પ્રોફેશનથી એક કવયિત્રી છે. 

(10:11 AM IST)