અફઘાનિસ્તાનમાં પૂર અને ભૂસ્ખલનમાં ૧૭ જણનાં મોત
૩૪ પ્રાંતોમાંથી ૧૩ પ્રાંતો પ્રભાવિત થયા, જેમાં ઘણા ગામડાંઓ પાણીમાં ડૂબી ગયા

કાબૂલ તા.૩૦: મિડલ ઈસ્ટના સંઘર્ષ વચ્ચે યુએઈમાં ભારે વરસાદ-તોફાનને કારણે જનજીવન ખોરવાયું છે, ત્યારે અફઘાનિસ્તાનમાં કુદરતી આફતને કારણે મોટી જાનહાનિ થઈ છે. અફઘાનિસ્તાનમાં કુદરતી આફતોના કહેરના કારણે મોટી સંખ્યામાં લોકો પ્રભાવિત થયાં છે. છેલ્લા ૨૪ કલાકમાં પૂર, ભૂસ્ખલન અને તોફાની વરસાદથી ૧૭ લોકોના મોત થયા છે, જ્યારે ૨૬થી પણ વધારે લોકો ઘાયલ થયા છે.
સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે, હજી તપાસ કરવામાં આવી રહી છે. સ્થિતિ એટલી વિકટ છે કે, મૃત્યુઆંક વધી શકે તેવી આશંકા છે. આફત મુખ્યત્વે પヘમિી, મધ્ય અને ઉત્તર-પヘમિ વિસ્તારોમાં અસર કરી છે. ૩૪ પ્રાંતોમાંથી ૧૩ પ્રાંતો પ્રભાવિત થયા, જેમાં ઘણા ગામડાંઓ પાણીમાં ડૂબી ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે.
એનડીએમએના પ્રવક્તા યુસુફ હમ્માદે કહ્યું કે, અત્યારે તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની તપાસ કરી રહી છે. ગંભીર હવામાનને કારણે ૧૪૭ ઘર સંપૂર્ણપણે અથવા આંશિક રીતે નાશ પામ્યા છે. ૮૦ કિલોમીટરના રસ્તાઓ ધોવાઈ ગયા હતા, અને ખેતીની જમીન અને સિચાઈ નહેરો પણ તબાહ થઈ ગયા હતા. એટલે કે કુદરતી આફતોના કારણે અફઘાનિસ્તાનમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.
અફઘાનિસ્તાનમાં હવામાન સંબંધિત આવી આફતો વારંવાર બને છે. ભૂતકાળમાં પણ ભારે હિમવર્ષા અને અચાનક પૂરને કારણે ઘણા લોકોના જીવ ગયા છે. અફઘાનિસ્તાનમાં હંમેશા હવામાન જોખમી રહ્યું છે. અહીં ભારે હિમવર્ષા અને મુશળધાર વરસાદ અચાનક પૂરનું કારણ બને છે જે વારંવાર અનેક લોકોના જીવ ગયા છે. આ પહેલા ૨૦૨૪ માં અચાનક પૂરના કારણે ૩૦૦ થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. હજી પ્રભાવિત વિસ્તારની સંપૂર્ણ રીતે તપાસ કરવામાં આવશે ત્યારે મોત અને નુકસાનના નિヘતિ આંકડા જાણ થશે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
